રિયો ડી જાનેરો, તા. 20 મે 2019, સોમવાર
બ્રાઝિલના બેલેમ શહેરમાં એક બારમાં રવિવારે કેટલાંક બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું જેમાં ઓછામાં ઓછા 11 જણા માર્યા ગયા હોવાના ખબર છે.
પોલીસના જણાવ્યા અનુસાર બ્રાઝિલના ઉત્તર ભાગમાં આવેલા બેલેમ શહેરમાં એક બારમાં થયેલા ગોળીબારમાં 11 જણાના મૃત્યુ થયા. જોકે હજુ સુધી ગોળીબાર પાછળનું કારણ જાણવા મળ્યું નથી. હુમલાખોરો ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા. જોકે કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સાત હુમલાખોરોએ ગોળીબાર કર્યા જે મોટરસાઇકલ અને કારમાં સવાર થઇને આવ્યા હતાં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jtnvk9
via Latest Gujarati News
0 Comments