ના હોય, ડૉક્ટર નહીં ડૉગ્સ કરે છે કેન્સરનું નિદાન

કોઈપણ બીમારીની તપાસ અને સારવાર ડૉક્ટર્સ કરતા હોય છે. પણ તમે કદી સાંભળ્યું છે કે કૂતરાઓ પણ તમારી અંદરની બીમારી સુંઘીને ઓળખી શકે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કૂતરાઓ તમારા ફેફસામાં થતા કેન્સરને સૂંધીને ઓળખી શકે છે.


ફ્લોરિડામાં ચાર કૂતરાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં તેમની સામે લોહીના નમુનાઓ મુકવામાં આવ્યાં જેથી એ જાણી શકાય કે ફેફસામાં કેન્સર છે કે નહીં. એવું કહેવાય છે કે કૂતરાઓએ સૂંઘીને જણાવેલી બીમારીનું અનુમાન 97 ટકા સાચુ પડે છે. જો કે હવે પ્રશ્ન એ છે કે શું તેમની મદદથી  નવા ટેસ્ટનો વિકાસ કરી શકાશે?

કૂતરાઓ સૂંધીને ઓળખી લે છે કેન્સર

અમેરિકાના ઓરલેન્ડોમાં સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલિક્યૂલર બાયોલોજીની દર વર્ષે થતી મીટિંગમાં આ શોધ રજૂ કરવામાં આવી હતી. જેમાં બીગલ પ્રજાતિના બે વર્ષની ઉંમરના ચાર કૂતરાઓની સામે  માણસના લોહીના નમુનાઓ મુકવામાં આવ્યાં હતા. એક નમૂના સુંઘવામાં રસ ના લીધો પરંતુ બાકીના ત્રણે બધા સેમ્પલને સુંધ્યા અને ભસીને જણાવ્યું કે કયા બ્લડમાં લંગ કેન્સર છે. 96.7 ટકા કિસ્સાઓમાં રિઝલ્ટ એકદમ સાચુ નીકળ્યું. આ રિસર્ચ ફ્લોરિડાની ફાર્માસ્યુટીકલ લેબ બાયોસેન્ટડીએક્સે કર્યો હતો.


માણસ કરતા વધુ તીવ્ર છે સુંધવાની શક્તિ

વિજ્ઞાન કહે છે કે કૂતરાઓની સૂંધવાની ક્ષમતા માણસો કરતાં 10,000 ગણી વધારે હોય છે. એ તો આપણે જાણીએ છીએ કે કૂતરાઓ સૂંઘીને ડ્રગ્સ અને વિસ્ફોટકોને શોધી શકે છે. પરંતુ 96.7 ટકા સટીક રીતે કેન્સરનું નિદાન કરવાની માહિતી પહેલીવાર સામે આવી છે. રિસર્ચ હેડ હીથર જનક્કેરાનું કહેવું છે કે કેન્સરના અન્ય કેસનું નિદાન કરવામાં પણ આ શોઘની મદદ લઇ શકાશે. ઝડપથી માહીત મળી જાય તો દર્દીની સારવાર અને તેમના બચવાની સંભાવના વધી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રિસર્ચ બે માર્ગ ખોલશે. એનાથી કેન્સરનું નિદાન ઝડપથી થાય તેવા ટૂલ્સ બનાવી શકે છે. એકમાં કેન્સરની ઓળખ માટે કેનિનની ગંધ પકડી શકાશે. બીજામાં લોહીના બાયોલોજિકલ કમ્પાઉન્ડ્સમાં આવેલા ફેરફારને કૂતરાઓ પકડી શકે છે. આ કમ્પાઉન્ડનો ઉપયોગ કેન્સરનું નિદાન કરવાના ટેસ્ટમાં કરી શકાય છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hep8Pg
via Latest Gujarati News

Post a Comment

0 Comments