ભોપાલ, તા. 11 મે 2019, શનિવાર
મધ્ય પ્રદેશમાં ખેડૂતોનુ બે લાખ રુપિયા સુધીનુ દેવુ માફ કરવાના કોંગ્રેસની સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધીના નિકટના જ્યોતિરાદિત્ય સિંધિયાને દેવા માફીને લઈને લોકોમાં જે રોષ છે તેનો અનુભવ થયો હતો.
સિંધિયાની ગુના-શિવપુરી લોકસભા વિસ્તારમાં સભા ચાલી રહી હતી અને સિંધિયાએ જેવી દેવા માફીની સિધ્ધિની વાત કરી કે તરત જ ત્યાં હાજર એક ખેડૂત ભડકી ઉઠ્યો હતો. ખેડૂતે બૂમો પાડવ માંડી હતી કે, ક્યાં દેવુ માફ થયુ છે? મારી ઘરે દેવુ વસૂલ કરવા માટે પોલીસ ત્રણ વખત આવી ચુકી છે.
સિંધિયાએ ખેડૂતને ચૂપ રહેવાની સલાહ આપીને કહ્યુ હતુ કે, હું કહુ ત્યારે આ બાબતે કહેજો. સિંધિયાએ ખેડૂતને નીચે બેસાડવાની કોશિશ કરી હતી પણ ખેડૂત નીચે બેસવા તૈયાર નહોતો.
કોંગ્રેસે સરકાર બનતાની સાથે 10 દિવસમાં દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો પણ પાંચ મહિના પછીય ખેડૂતોના દેવા માફીને લઈને કોઈ નક્કર કાર્યવાહી નહી થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q0tcq5
via Latest Gujarati News
0 Comments