એન્ટી સેટલાઈટ પરીક્ષણ બાદ અંતરિક્ષમાં મોટાભાગનો કાટમાળ નષ્ટઃ DRDO ચીફ

 
નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ જી સતીશ રેડ્ડીનુ કહેવુ છે કે, ભારત દ્વારા માર્ચમાં થયેલા એન્ટી સેટેલાઈટ પરિક્ષણ બાદ અંતરિક્ષમાં જે કાટમાળ પેદા થયો હતો તેમાંથી મોટાભાગનુ નષ્ટ થઈ ગયો છે. જે થોડો ઘણો કાટમાળ બચ્યો છે તે પણ બહુ થોડા સમયમાં ખતમ થઈ જશે.

એક વકતવ્યમાં તેમણે કહ્યુ હતુ કે, મેં 6 એપ્રિલે પણ કહ્યુ હુત કે, આ ટેસ્ટના કારણે પેદા થયેલો કાટમાળ બહુ જલ્દી નાશ પામશે અને એવુ જ થયુ છે.

તેમણે ક્હયુ હતુ કે, કાટમાળ પર સતત વોચ રખાઈ રહી છે. આ કોઈ મોટો ઈશ્યૂ હોય તેવુ મને લાગતુ નથી. એ જણાવવુ મુશ્કેલ છે કે, સંપૂર્ણ પણે કાટમાળ કેટલા દિવસમાં ખતમ થઈ જશે. કદાચ કેટલાક સપ્તાહ લાગશે.

મિશન શક્તિના ભાગરુપે એન્ટી સેટેલાઈ પરિક્ષણ કરાયુ હતુ. જેમાં ભારતે લોન્ચ કરેલી મિસાઈલે એક સેટેલાઈટને તોડી પાડ્યો હતો. જોકે આ માટે 300 કિમીથી પણ નીચેની ભ્રમણકક્ષાને એટલા માટે પસંદ કરાઈ હતી કે, અંતરિક્ષમાં તુટી પડેલા સેટેલાઈટના કાટમાળનુ જોખમ ના રહે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjTqFr
via Latest Gujarati News

Post a Comment

0 Comments