વાયુસેનાને મળ્યુ સૌથી ઘાતક હેલિકોપ્ટર અપાચે, જાણો ખાસિયતો

નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર

વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટર અપાચેની ભારતીય વાયુસેનાને ડિલિવરી શરુ થઈ ગઈ છે.

એટેક હેલિકોપ્ટરની કેટેગરીમા આ હેલિકોપ્ટર આવે છે.ભારત અમેરિકા પાસેથી 22 અપાચે લેવાનુ છે. આ પૈકીનુ પહેલુ હેલિકોપ્ટર બોઈંગ કંપનીએ આજે અમેરિકાના એરિઝોના ખાતે ભારતીય વાયુસેનાની ટીમને સુપરત કરાયુ હતુ.

ભારત હાલમાં રશિયન બનાવટના એમઆઈ 35નો ઉપયોગ એટેક હેલિકોપ્ટર તરીકે કરે છે પણ હવે તે નિવૃત્તિના આરે હોવાથી વાયુસેનાએ 22 અપાચે ખરીદવા અમેરિકાની બોઈંગ કંપની સાથે સોદો કર્યો હતો.આ તમામ હેલિકોપ્ટર બે વર્ષમાં વાયુસેનામાં સામેલ થઈ જશે.

અપાચે હેલિકોપ્ટર તેની આ વિશેષતાઓને કારણે યુધ્ધમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

દુનિયાનુ સૌથી એડવાન્સ એટેક હેલિકોપ્ટર

- પનામાથી લઈને અફઘાનિસ્તાન સુધી તેનો અમેરિકા ઉપયોગ કરી ચુક્યુ છે. ઈઝરાએલ પણ ગાઝા પટ્ટી અને લેબનોનમાં અપાચે વાપરી ચુક્યુ છે.

- ઈઝરાએલ, ઈજિપ્ત અને નેધરલેન્ડ પાસે આ હેલિકોપ્ટર છે.

- રાતના સમયે પણ ઉડાન ભરવા સક્ષમ.પ્રતિ કલાક 365 કિલોમીટરની ઝડપ છે.દુશ્મનોની ટેન્કનો કચ્ચરઘાણ વાળવા માટે ઉપયોગી 

- અપાચેમાં હેલફાયર અને સ્ટ્રિંગર મિસાઈલ્સથી સજ્જ હોય છે.હેલિકોપ્ટરની બંને તરફ 30 એમએમની ગન ફીટ કરાઈ છે

- બે પાયલોટ તેનુ સંચાલન કરે છે. કુલ વજન 5165 કિલો છે.

- હેલમેટ માઉન્ટેડ ડિસ્પ્લે, ઈંટિગ્રેટેડ હેલમેટ અને ડિસ્પ્લે સાઈટિંગ સિસ્ટમની મદદથી પાયલોટ સચોટ નિશાન લઈ શકે છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jd9OpB
via Latest Gujarati News

Post a Comment

0 Comments