મુંબઇ,તા.11 મે 2019, શનિવાર
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને લઇને ભાજપે કરેલી ટીપ્પણી બાદ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બની ગયું છે. હવે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે આ વિવાદમાં ઝંપલાવ્યું છે.
નિરૂપમે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના નિવેદનને ટાંકીને કહ્યું કે દેશના તમામ રાજ્યપાલ સરકારના ચમચા હોય છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પણ એમાંથી એક છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકએ પૂર્વ વડાપ્રધાન વિશે ગુરુવારે કહ્યું હતું કે, રાજીવ ગાંધી પહેલા ભ્રષ્ટાચારી નહોતા પરંતુ અમુક લોકોની સંગતના કારણે રાજીવ ગાંધી બોફોર્સ કાંડમાં સામેલ થઇ ગયા હતા. મલિકના આવા નિવેદન બાદ નિરુપમએ તેમને સરકારના ચમચા ગણાવ્યા.
નિરુપમે અગાળ કહ્યું કે, રાજીવ ગાંધીને કોર્ટમાંથી ક્લીન ચિટ મળી હતી ઉપરાંત નાણા મંત્રી અરુણ જેટલી પણ એવા લોકો માંથી છે જેમણે રાજીવ ગાંધીને ક્લીન ચિટ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (રાજીવ ગાંધી) ભ્રષ્ટાચારી નંબર-1 કહ્યું ત્યારે તેમની ટીકાઓ થવાથી બીજી વખત નથી બોલી શકતા. એવું લાગી રહ્યું છે કે, સત્યપાલ મલિક પોતાની ખુર્સી બચાવવા માટે પ્રધાનમંત્રીની ચાપલુસી કરી રહ્યા છે. રાજ્યપાલે પોતાનું સન્માન જાળવી રાખવું જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WKskbG
via Latest Gujarati News
0 Comments