નવી દિલ્હી, તા. 10 મે 2019, શનિવાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ લોકસભા ચૂંટણીના પરિણામને લઇને ભવિષ્યવાણી કરી કે,‘દેશની સુરક્ષાના મુદ્દા અને વડાપ્રધાનની સમગ્ર દેશમાં કરેલી અપીલના કારણે 2014ની લોકસભા ચૂંટણીમાં મળેલી બેઠક કરતાં 55 જેટલી બેઠકો વધુ મળી શકે છે.
ઊલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં સત્તા-ધારી ભાજપને પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી મળી હતી જેમાં ભાજપ 543 સીટ માંથી 282 સીટ જીતવામાં સફળ રહ્યું હતું. અમિત શાહનું માનવું છે કે 23 મેના રોજ ભાજપને 337 જેટલી બેઠક મળી શકે છે.
ભાજપે દેશની 120 બેઠકનો અભ્યાસ કર્યો છે જેના કારણે ભાજપને 2014માં જે બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો તેવી 55થી વધુ બેઠકમાં ભાજપ પોતાનો ઝંડો લહેરાવા સફળ બની શકે.
ભાજપાને પશ્ચિમ બંગાળમાં 23થી વધારે જ્યારે ઓડીશામાં 13 થી 15 જેટલી બેઠક મળશે. જ્યારે 2014માં ભાજપાને પશ્ચિમ બંગાળમાં 2 અને ઓડીશામાં એક બેઠક મળી હતી.
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષના મતે, દેશના દરિયાકાંઠાના અને પૂર્વના રાજ્યોમાં ભાજપ સ્થિતિ મજબુત કરવામાં સફળ રહ્યું છે જેના કારણે દરિયાકાંઠાના અને પૂર્વના રાજ્યોમાં (ભાજપ) આધાર વધી ગયો છે. તથા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થોડી બેઠકો વઘ-ઘટ થઇ શકે છે પરંતુ સ્પષ્ટ બહુમતી ભાજપને મળશે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પર કટાક્ષ કરતા શાહે કહ્યું, એમણે તેના ભૂતકાળને છુપાવવું ન જોઇએ. ગાંધી પરીવાર(રાજીવ ગાંધી અને નેહરુ)ના હોવાથી શું તેમની ટીકા ન કરવી જોઇએ?
રાજીવ ગાંધીના શાસન કાળમાં થયેલા બોફોર્સ કાંડ અને ભોપાલ ગેસ દુર્ધટનાના મુદ્દા પર રાહુલ અને પ્રિયંકાને આડે હાથ લેતા શાહે કહે છે, ભોપાલ ગેસ દુર્ધટનાના મુખ્ય આરોપીને એમણે(રાજીવ ગાંધી) ચોરી-છુપે વિદેશ મોકલી આપ્યા. ઊપરાંત વડાપ્રધાન પર આપેલા રાહુલના સામાન બાંધવાના નિવેદનનો જવાબ આપતા શાહ જણાવે છે 23 મે ના રોજ ખબર પડી જશે કોને પોતાનો સામાન બાંધવાની જરૂર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HeFasv
via Latest Gujarati News
0 Comments