ઈંદોરવાસીઓ ‘કાળા અંગ્રેજો’થી આ દેશને છુટકારો અપાવો: સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન

ઈંદોર, તા. 11 મે 2019, શનિવાર

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાનની ઠેકડી ઉડાવતા તેમની સરખામણી એવી નવોઢા (નવવધુ) સાથે કરી જે કામ ઓછું કરે છે અને બંગડીઓ વધારે રણકાવે છે.

પોતાના શાયરાના અને બેબાક અંદાજના કારણે ચર્ચમાં રહેનારા સિદ્ધૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી નવોઢા (નવવધૂ, નવી પરણેલી સ્ત્રી) સાથે કરી છે. સિદ્ધૂએ કહ્યું,‘મોદીજી તે નવવધૂ જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડી વધારે રણકાવે છે, જેથી શેરીના લોકોને ખબર પડે કે તે કામ કરે છે. બસ આવું કંઇક મોદી સરકારમાં છે.’

સિદ્ધુએ પોતાના આગવા અંદાજમાં પીએમ મોદીને આડે હાથ લેતા કહ્યું,‘મે હીરો નંબર વન, કુલી નંબર વન અને બીબી નંબર વન જેવી ફિલ્મો જોઇ. પરંતુ આજકાલ મોદીની નવી ફિલ્મો આવી રહી છે - ફેંકુ નંબર વન. હુ તેમને ખોટા નંબર વન, ડિવાઇડર ઇન ચીફ અને અંબાણી અને અડાણીનો બિઝનેસ મેનેજર કહ્યું છું.’

મોદી સરકારની કામગીર પર સિદ્ધુએ કહ્યું કે,‘ન રામ મળ્યા ન મળ્યો રોજગાર, દરેક ગલીઓમાં મોબાલઇ પર ટાઇમપાસ કરતો બેરોજગાર મળ્યો.’ રાફેલ ડીલ પર વડાપ્રધાનને ઘેરતા કહ્યું કે,‘મોદી દેશના લોકોને 10 રૂપિયાની પેન લેવા પર પાકુ બિલ લેવાની સલાહ આપે છે. પરંતુ જ્યારે રાફેલ વિમાનની ખરીદીના બિલની વાત આવે છે ત્યારે તેમ બેચેન થઇ જાય છે.

સિદ્ઘુએ ઇશારામાં ભાજપ પર કટાક્ષ કરતાં પાર્ટીની સરખામણી કાળા અંગ્રેજો સાથે કરી છે. સિદ્ધુએ કહ્યું કે આ કોંગ્રેસ દેશને આઝાદી અપવનારી પાર્ટી છે. મૌલાના આઝાદની પાર્ટી છે, મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેમને ગોરા અંગ્રેજોથી આઝાદી અપાવી હતી અને તમે ઈંદોરવાસીઓ કાળા અંગ્રેજોથી આ દેશને છુટકારો અપવાશો. આ ચોરોથી આ ચોર ચોકીદારથી દેશનો આઝાદી અપાવો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LBDoXM
via Latest Gujarati News

Post a Comment

0 Comments