નવી દિલ્હી, તા. 30 મે 2019 ગુરુવાર
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં આત્મમંથનનો સમય ચાલુ છે. એકબાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવા ઈચ્છે છે તો બીજીતરફ કોંગ્રેસે પોતાના તમામ પ્રવક્તાઓને કોઈ પણ ટીવી ડિબેટમાં સામેલ ન થવાનો આદેશ આપ્યો છે. પાર્ટીના સૂત્રોનું કહેવુ છે કે અત્યારે હાર થઈ છે, એવામાં ટીવી ડિબેટમાં જઈને તરત જ મોદી સરકારની વિરુદ્ધમાં સાંભળવુ જનતાને ગમશે નહીં.
નવા ફરમાનને જાહેર કરતા કોંગ્રેસે મીડિયા ઈન્ચાર્જ રણદીપસિંહ સૂરજેવાલાએ ટ્વીટર પર લખ્યુ, કોંગ્રેસે એક મહિના માટે ટીવી ડિબેટમાં પ્રવક્તાઓને ન મોકલવાનો નિર્ણય કર્યો છે. તમામ મીડિયા ચેનલો, સંપાદકોને વિનંતી છે કે તેઓ પોતાના શોમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને બોલાવે નહીં.
પાર્ટીના સૂત્રો અનુસાર, આ નિર્ણય એટલા માટે લીધો છે કે ડિબેટમાં કેટલીક મીડિયા મોદી સરકારનો જ પક્ષ લે છે, એવામાં માત્ર ડિબેટમાં જવુ અને ત્યાં ખોટુ સાબિત થવુ એનાથી કોઈ ફાયદો નથી. આ સાથે જ ડિબેટમાં ખેડૂત, રોજગારી, ગરીબી અને મોદીના વચનો પર ચર્ચા થઈ રહી નથી. એવામાં મોદી મહિમામંડન અને હિન્દુ-મુસ્લિમના મુદ્દા પર ચર્ચા કરીને હારેલા ખેલાડી બનવાનો શો લાભ? પ્રવક્તાઓની પાસ રાહુલના રાજીનામા વિશે કોઈ જવાબ નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KiTDGG
via Latest Gujarati News
0 Comments