પેપર સોલ્યુશન, પ્રિલિમ્સ અને સેલ્ફ સ્ટડી પર ધ્યાન આપવું જોઇએ


એન્જિનિયરિંગ ઇન્સ્ટિટયૂટમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી પરીક્ષા જેઈઈ મેઇન્સનું પરિણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, એનટીએ દ્વારા જાન્યુઆરી ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદના પાર્વિક દવેએ ૯૯.૯૯ માર્કિંગ સાથે ઓલ ઇન્ડિયામાં ૬૦મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. જેઈઈ મેઇન્સ બાદ હવે આગામી મે મહિનામાં આવનારી જેઈઈ એડવાન્સની પરીક્ષાની તૈયારી સ્ટુડન્ટસ કરી રહ્યા છે. જેઈઈ એડવાન્સના પરિણામ બાદ તેઓ પોતાની પસંદગીની ઇન્સ્ટિટયૂટમાં એડમિશન મેળવી શકશે.

AIR - ૬૦

રેન્ક મેળવવા વિશે વિચાર્યું પણ નહોતું

પરીક્ષાના પરિણામ વિશે મને રેન્ક મેળવવા જેટલી આશા નહોતી. હું મારી નોર્મલ તૈયરી જ કરતો હતો, માત્ર સારા માર્ક્સ સાથે પાસ થવાની આશા હતી. જેના માટે પેપર સોલ્યુશન, પ્રિલિમ્સ અને સેલ્ફ સ્ટડી પર ધ્યાન આપ્યું હતું. હવે જેઈઈ એડવાન્સના પરિણામ બાદ મારે આઇઆઇટી મુંબઇથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો છે. - પાર્વિક દવે

AIR - ૧૨૧

પરિણામનો આધાર મહેનત પર પણ હોય છે

ક્લાસિસ હોવાથી જેઈઈ જેવી પરીક્ષામાં ફાયદો જરૃર થાય છે, પરંતુ પરિણામનો ઘણો આધાર પોતાની મહેનત પર હોય છે. ક્લાસિસમાં ફેકલ્ટીનું ગાઇડન્સ મળે છે તે વધારે ફાયદાકારક છે. મેઇન્સ માટે મેં ક્લાસિસ સાથે ૧૪ કલાકનું વાંચન કર્યું હતું, હવે એડવાન્સ માટે વધારે મહેનત કરી આઇઆઇટી મુંબઇમાં કમ્પ્યૂટર સાયન્સમાં એડમિશન લેવું છે. ઘરમાં પિતા બિઝનેસ કરે છે અને માતા હાઉસ વાઇફ છે. - પાર્થ અજમેરીયા

AIR - ૨૩૧

અભ્યાસ માટે નાના-નાની જોડે રહું છું

એક્ઝામની તૈયારી માટે રોજની છ કલાકની જ ઊંઘ લેતો હતો, ઉપરાંત ક્લાસિસના ગાઇડન્સ સાથે પેપર સોલ્યુશન પણ અગત્યના રહ્યાં છે. જેઈઈમાં સારા માર્ક્સ બાદ મારે આઇઆઇટી મુંબઇ, દિલ્હી અને ચેન્નાઇમાંથી કોઇ એકમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઇચ્છા છે. મારો પરિવાર રાજકોટનો છે, જ્યાં મારા માતાપિતા ડૉક્ટર છે. હું અભ્યાસ માટે નાના-નાની સાથે ભાડાના મકાનમાં રહું છું. - શ્રેય પટેલ

AIR - ૩૧૩

ફેકલ્ટીના ગાઇડન્સથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે 

મારા મત મુજબ જેઈઈની પરીક્ષા માટે ક્લાસિસ ખૂબ ઉપયોગી છે, ક્લાસિસ દ્વારા પેપર સોલ્યુશન અને ફેકલ્ટીના ગાઇડન્સથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. મેઇન્સના પરિણામથી હું ખુશ છું, હવે એડવાન્સની પરીક્ષા બાદ મારે આઇઆઇટી મુંબઇથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો છે. પરીક્ષાની તૈયારીમાં મારા માતા પિતાનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે, તેઓ બિઝનેસ કરે છે. - શુભ જાજુ

AIR - ૪૪૬

એડવાન્સમાં ટોપ ૧૦૦માં સ્થાન મેળવવું છે

એક્ઝામની તૈયારી ક્લાસિસની મહેનત ખૂબ ઉપયોગી બને છે, જેમાં હોમવર્ક અને પેપરનું સોલ્યુશન વધારે મહત્ત્વ ધરાવે છે. હવે મારો ટાર્ગેટ જેઈઈ એડવાન્સ પર છે, જેમાં મારે ટોપ ૧૦૦માં સ્થાન મેળવવું છે. ત્યારબાદ આઇઆઇટી મુંબઇમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવો છે. મારા પરિવારમાં માતા પિતા છે, પિતા નોકરી અને માતા ઘર સંભાળે છે. - મંથન પટેલ



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IUSMMG
via Latest Gujarati News

Post a Comment

0 Comments