મુંબઇ તા.29 મે 2019 બુધવાર
મોખરાની મોડેલ કમ આઇટમ ડાન્સર મલૈકા અરોરાએ ફરી એક વખત પોેતે યોગનાં આસનો કરી રહી છે એવી વિડિયો ક્લીપ અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર મૂક્યા હતા.
મલૈકા ફિટનેસ બાબત પહેલેતી સજાગ રહી છે અને નિયમિત વર્ક આઉટ તથા સમતોલ આહાર દ્વારા પોતાની ફિટનેસ જાળવી રાખે છે. એઅવારનવાર પોતાના વર્ક આઉટના ફોટોગ્રાફ્સ થતા વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકીને પોતાના ચાહકોને પણ નિયમિત વ્યાયામ કરવાની પ્રેરણા આપતી રહી છે.
તાજેતરમાં એણે ફરી એકવાર પોતે યોગનું એક વિશિષ્ટ આસન કરી રહી છે એવી તસવીરો સોશ્યલ મિડિયા પર મૂકી હતી જે તરત વાઇરલ થઇ હતી અને સેંકડો લોકોએ એને બિરદાવી હતી. બ્લૂ અને વ્હાઇટ ડ્રેસમાં સજ્જ મલૈકાએ વિડિયો ક્લીપ સાથે લખ્યું હતું કે યોગનાં આસનો કરવાથી હું ખૂબ માનસિક શાંતિ અને તરવરાટ અનુભવું છું. તમે પણ યોગનાં આસનો દ્વારા શાંતિ તથા સ્ફૂર્તિ પ્રાપ્ત કરો.
મલૈકાને બિરદાવનારા વધુ હતા. જો કે કેટલાક લોકોએ પોતાની આદત મુજબ એને ટ્રોલ પણ કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YT6L9K
via Latest Gujarati News
0 Comments