લગ્ન પછી હું વધુ જવાબદાર થયો છું

મુંબઇ તા.29 મે 2019 બુધવાર 

મોખરાની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક અનુષ્કા શર્માને પરણ્યા પછી મારામાં પોઝિટિવ પરિવર્તન આવ્યું છે એમ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યંુ હતું.

'યસ, લગ્ન પછી હું વધુ જવાબદાર થયો છું અને મારામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે એમ હું માનું છું' એવું વિરાટ કોહલીએ ક્રિકેટના વર્લ્ડ કપની સ્પર્ધા શરૃ થવાની પૂર્વસંધ્યાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.

વિરાટે કહ્યું કે લગ્ન માણસમાં એક નવી જવાબદારી ભરી દે છે. અન્ય જવાબદારીઓ કરતાં આ જવાબદારી અલગ પ્રકારની હોય છે. લગ્ન પછી માણસ દરેક બાબતને જુદી દ્રષ્ટિથી જોતો અને વિચારતો થઇ જાય છે. એના દ્રષ્ટિકોણમાં અલગ અંદાજ આવી જાય છે. માણસ એકલો હોય ત્યારે અને લગ્ન થઇ જાય ત્યારબાદ એના પરિપ્રેક્ષ્યમંા પણ ફેરફાર થઇ જાય છે.

તેણે કહ્યું કે ટીમના કેપ્ટન તરીકે પણ મારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે અને હું દરેક ખેલાડીની નજરે પ્રશ્નોને સમજતો થયો છું. મારી રમત અને સાથીદારોને સમજવાની મારી દ્રષ્ટિમાં પણ ફેરફાર થયો છે.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HFQAXs
via Latest Gujarati News

Post a Comment

0 Comments