મુંબઇ તા.27 મે 2019 સોમવાર
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને તાજેતરમાં પોતાના પહેલા લગ્નથી થયેલા પુત્ર જુનૈદ અભિનિત એક નાટક માણ્યું હતું.
આ નાટક જોયા પછી એ ખુશમિજાજ જણાતો હતો. એણે સોશ્યલ મિડિયા પર લખ્યું, 'તાજેતરમાં વિનિત ભલ્લા લિખિત અને ફૈજેહ જલાલી નિર્દેશિત નાટક અ ફાર્મિંગ સ્ટોરી નાટક જોયું.. ખૂબ આનંદ આવ્યો..મારા ચાહકોને મારે કહેવાનું કે તક મળ્યે તમે પણ આ નાટક જરૃર માણજો... તમને પણ આનંદ આવશે...'
હાલ આમિર ખાન હોલિવૂડની હિટ ફિલમ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક લાલ સિંઘ ચડ્ડા ફિલ્મ કરી રહ્યો છે. એની છેલ્લી ફિલ્મ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન બોક્સ ઑફિસ પર ભૂંડે હાલે પટકાઇ પડી હતી. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ પણ આમિરની સાથે હતાં છતાં ફિલ્મ ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી.
લાલ સિંઘ ચડ્ડા ક્રિસમસ પર રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YQ4bBc
via Latest Gujarati News
0 Comments