દાંપત્યજીવનના ઝઘડા વધારે છે પતિ પત્નીની ઉંમર, શોધ


નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર

લગ્નજીવન જો માત્ર પ્રેમ અને રોમાંસથી ભરેલું હોય તો એક સમય બાદ તે બોરીંગ થઈ જાય છે. એટલા માટે જ પ્રેમ સાથે તકરાર પણ જરૂરી હોય છે. પ્રેમ જેટલો આનંદ આપે છે તેટલી મજા મીઠી તકરારમાં પણ છે. કોઈ એક રીસાય તો બીજું મનાવે આ સ્થિતીની મજા જ અલગ હોય છે. જો કે તાજેતરમાં થયેલી એક રીસર્ચ અનુસાર નાની નાની વાત પર ઝઘડો થતો હોય, તકરાર થતી હોય તેવા દંપતિ લાંબુ જીવન જીવે છે. જો કે અહીં ઝઘડાનો અર્થ મારફાડ ઝઘડો નથી.

અમેરિકામાં સરેરાશ કપલ્સમાં 19 વાર મીઠી તકરાર થાય છે જેના કારણે તેઓ 5 દિવસ સુધી પોતાના પાર્ટનર સાથે સૂતા નથી. શોધનું તારણએ પણ છે કે કપલ્સ વચ્ચે થતી મીઠી તકરાર હાનિકારક નથી પરંતુ ક્યારેક તે કપલ્સની લાંબી ઉંમરનું કારણ બની જાય છે. જો કે આ વાત લાભ કરે છે તેવું માની વાતનું વતેસર કરવું નહીં અન્યથા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શોધમાં એ વાતને પણ ધ્યાનમાં લેવામાં આવી કે પરીવારમાં ક્યારેક થતી બોલાચાલીથી પણ ઉંમર લાંબી થાય છે. આ સ્ટડી માટે 192 કપલ્સ જે 32 વર્ષથી ઓછી વયના હતા તેમના વ્યવહાર અને હરકતોને ધ્યાનમાં લેવામાં આવ્યા. તેમને તેમના અંગત જીવન વિશે પ્રશ્ન પણ પુછવામાં આવ્યા. આ તમામ પ્રશ્નોના તારણ સ્વરૂપ જાણવા મળ્યું કે કપલ્સ વચ્ચેની બોલાચાલી લાંબા જીવનનું કારણ બની શકે છે. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wptheh
via Latest Gujarati News

Post a Comment

0 Comments