તમે કામમાં અને બાળકો સ્માર્ટફોનમાં હોય છે વ્યસ્ત ? તો જાણી લો આ વાત


નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર

વર્તમાન સમયમાં ઈંટરનેટ અને સ્માર્ટફોન પર લોકો સૌથી વધારે નિર્ભર રહે છે. માતા પિતા જ્યારે પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે તે બાળકને સ્માર્ટફોન આપી દે છે જેનાથી બાળક ફોનમાં વ્યસ્ત થઈ જાય. જો કે આ આદતથી નાની ઉંમરના બાળકોને બચાવવાની ખાસ જરૂર હોય છે. બાળકો નાની ઉંમરમાં જો સ્માર્ટફોનના આદી થઈ જાય તો તેઓ પોતાના નાનપણને માણી શકતા નથી. બદલતી જીવનશૈલીના કારણે દરેક ઘરમાં પતિ પત્ની બંને કામ કરતા થયા છે. તેવામાં કામમાં વ્યસ્ત માતા પિતા બાળકોને વધારે સમય આપી શકતા નથી અને તેમને સ્માર્ટફોન, ઈંટરનેટની સુવિધા આપે છે જેથી તેઓ દુનિયાભરની જાણકારી મેળવી શકે. પરંતુ આ રીત બાળકોને દુનિયા સાથે તો જોડે છે પરંતુ માતા પિતા અને પોતાના બાળપણથી બાળક દૂર થઈ જાય છે. 

બાળકો જ્યારે સ્માર્ટફોન અને ઈંટરનેટ પર વધારે સમય પસાર કરવા લાગે ત્યારે સાવધાન થઈ જવું જોઈએ. બાળકોને ફોન મર્યાદિત સમય માટે જ આપવો અને ઈંટરનેટનો ઉપયોગ પણ ત્યારે જ કરવા દેવો જ્યારે જરૂરી હોય. તમે કામમાં કેટલા પણ વ્યસ્ત હોય તમારે થોડા થોડા સમયે બાળક શું કરે છે તેના પર ધ્યાન અચૂક આપવું. તમને એ વાતનો ખ્યાલ હોવો જ જોઈએ કે બાળક ઘરમાં ક્યાં છે અને તે શું કરે છે. 

ઈંટરનેટની મદદથી દુનિયાભરની જાણકારી મળી શકે છે પરંતુ તેની એક નકારાત્મક સાઈડ પણ છે. ક્યારેક બાળકો જ્યારે વધારે સમય ફોનમાં પસાર કરે છે તો તેમના માનસ પર પણ ખરાબ અસર થાય છે. મોબાઈલની લત બાળકોને અભ્યાસથી પણ દૂર કરી દે છે. બાળક મોબાઈલમાં સમય પસાર કરવા માટે પહેલા મિત્રોને અને પછી પરીવારને પણ છોડી દે છે. એટલે બાળકના વ્યવહાર પ્રત્યે સતર્ક જરૂરથી રહેવું.

ઈંટરનેટના કારણે બાળકોનો વ્યવહાર ઝડપથી બદલી જાય છે. બાળકો મોટા થયા બાદ પણ લોકો સાથે હળીમળી શકતા નથી. તેઓ એકલવાયું જીવન જીવવા લાગે છે. તેઓ પોતાની ઉંમરના બાળકો સાથે પણ ભળી શકતા નથી. બાળકોનો શારીરિક શ્રમ ઘટી જાય છે અને તેમનો બૌદ્ધિક વિકાસ અને રચનાત્મકતા પણ નબળી પડી છે. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HIrEij
via Latest Gujarati News

Post a Comment

0 Comments