ચૂંટણીની પ્રચાર સભાનો મંચ ભજન ગાવા માટે નથી : યોગી


નવીદિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર

ભાજપના સ્ટાર પ્રચારક ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રચાર મુદ્દે ૭૨ કલાકનો પ્રતિબંધ રહ્યા પછી યોગીએ નવેસરના પ્રચારમાં 'બાબર કી ઔલાદ' શબ્દનો ઉપયોગ કરતા, ચૂંટણી પંચે એમને નોટિસ પાઠવી છે.

યોગીએ આ નોટિસના પ્રતિભાવમાં કહ્યું કે ચૂંટણીની પ્રચાર સભાનો મંચ વિરોધીઓ પર વાકબાણો છોડવા માટે હોય છે, એ ભજન ગાવાનું સ્થળ નથી. ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં યોગીએ જણાવ્યું કે અમારૃં કામ વિરોધીઓની ખામીઓને શોધીને એને પ્રજા સમક્ષ મૂકવાનું છે. જો સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ ચૂંટણી દરમિયાન મને ગાળ દેશે તો મને ખોટું નહિ લાગે.

ચૂંટણી પ્રચારના ભાગરૃપે દેશભરમાં રેલીઓ યોજી રહેલા યોગી આદિત્ય નાથે સંભલ ખાતે યોજાયેલી જાહેર સભામાં સમાજવાદી પક્ષ- બહુજન સમાજ પક્ષના ઉમેદવારને ''બાબરકી ઔલાદ'' કહીને સંબોધ્યા હતા. આથી ભડકેલા ચૂંટણી પંચે યોગીને નોટિસ પાઠવીને ૨૪ કલાકમાં જવાબ માગ્યો છે. ચૂંટણીપંચે અત્યાર સુધી મેેનકા ગાંધી, માયાવતી, આઝમ ખાન, અને સાધ્વી પ્રજ્ઞાા ઠાકુર પર પ્રતિબંધ મૂક્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjvDdC
via Latest Gujarati News

Post a Comment

0 Comments