પપૈયું હેલ્થ માટે બહુ લાભકારી છે અને તેના નિયમિત સેવનથી અનેક બીમારીઓથી બચી શકાય છે. પપૈયામાં વિટામિન સી ભરપુર પ્રમાણમાં હોય છે અને તેમાં રહેલાં એન્ટી ઓક્સીડન્ટ અને ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલ અને લોહીને ગંઠાતા રોકે છે. જેના લીધે આખું શરીર સ્વસ્થ રહે છે. આવો આજે આ હેલ્ધી ફળના બીજા લાભ જાણીએ...

વજન ઘટાડવા માગતા હોય તેવા લોકોએ સવારે ભૂખ્યા પેટ પપૈયુ ખાવું જોઈએ. આનાથી હેલ્થ સારી રહે છે અને વજન પણ ઉતરવા લાગે છે. તેમાં રહેવા વિટામિન સી એની ઇની સાથે બીટા-કેરોટીન જેવા એન્ટીઓક્સીડન્ટ સ્કીન પર કરચલી જલદી નથી પડવા દેતા.

તે વૃદ્ધાવસ્થાના ચિહ્નોને દેખાતા રોકે છે અને તેનાથી ઘણી સ્કીન સમસ્યાઓ પણ અટકે છે. તેનું સેવન આંખોનું તેજ વધારે છે અને હાડકાં મજબુત કરે છે. સારી હેલ્થ માટે પેટ સારું હોવું જરૂરી છે અને પપૈયાથી પાચનક્રિયા સારી રહે છે. સાથે જ તેમાં ઘણાં પ્રકારના ફાઈબર હોય છે જે પેટની બીમારીઓને મટાડવામાં મદદરૂપ થાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WpnL9P
via Latest Gujarati News
0 Comments