
નવી દિલ્હી, તા. 05 મે 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પિતા રાજીવ ગાંધી વિશે કહ્યું કે, તેમનું જીવન એક નંબર વન ભ્રષ્ટ નેતા તરીકે પૂર્ણ થયું. હવે તેમના આ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, મોદીજી, હવે લડાઇ ખતમ થઇ ચૂકી છે. તમારા કર્મો તમારી રાહ જૂએ છે. મારા પિતા વિશેની તમારી મનઘડત વાતો લોકો સામે રજૂ કરી તમે તમારી રક્ષા કરી શક્યા નહી. મારી તરફથી તમને ખૂબ બધો પ્રેમ.
જ્યારે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી વડાપ્રધાનને જવાબ આપ્યો. તેમણે લખ્યું કે, શહીદોના નામે મત માંગીને તેમની શહીદીને અપમાનિત કરતા વડાપ્રધાને તેમની શહીદીને અપમાનિત કરી. જવાબ અમેઠીની જનતા આપશે જેમની માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપ્યો. હાં મોદીજી આ દેશ છેતરપિંડીને ક્યારેય માફ નથી કરતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y9TM2T
via Latest Gujarati News
0 Comments