નામપંથી, વામપંથી અને દમનપંથી બાદ અમે લાવ્યા વિકાસપંથી કલ્ચર: મોદી


નવી દિલ્હી, તા. 05 મે 2019, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તરપ્રદેશના ભદોહીમાં મહાગઠબંધન અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, દેશે નામપંથી, વામપંથી, દામ અને દમનપંથી સંસ્કૃતિ જોઇ હતી પરંતુ અમે વિકાસપંથી કલ્ચર લાવ્યા. આ સિવાય તેમણે સભામાં સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ કર્યાં તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પોતાના નજીકના અને બિઝનેસ પાર્ટનર્સને ડીફેન્સ ડીલ અપાવવાનો આરોપ લગાવ્યો.

વડાપ્રધાન મોદી BSP-SPની જુની સરકારો પર સમાજ અને જાતિ અને પંથના નામ પર ભાગલા પાડવાનો આરોપ લગાવતા તેમની ટીકા કરી. તેમજ માયાવતી અને અખિલેશના શાસનકાળ દરમિયાન થયેલા ગોટાળાનો ઉલ્લેખ કરી કહ્યું કે, તેમની સરકાર પર 5 વર્ષોમાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે માત્ર દેશના વિકાસ કરવાની ઇચ્છાશક્તિ સાથે સરકાર ચલાવવામાં આવતી હોય છે તો આ પ્રકારનું પરિવર્તન આવે છે. આપણા દેશમાં આઝાદી બાદ ચાર અલગ પ્રકારની સરકાર, રાજનીતિ અને કલ્ચર જોવા મળ્યું. પહેલું નામપંથી, બીજું વામપંથી, ત્રીજું દામ અને દમનપંથી અને ચોથું અમે લઇને આવ્યા છીએ વિકાસપંથી. નામપંથી પોતાના વંશના નેતાનું નામ જપે છે. વામપંથી વિદેશી વિચારધારા ભારત પર થોપે છે. દામ અને દમનપંથી જે ધન અને બાહૂબલ દ્વારા દેશ પર કબ્જો મેળવવાનો વિચાર રાખે છે અને વિકાસપંથી માટે 130 કરોડ લોકોનું કલ્યાણ તેની પ્રાથમિકતા છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LnSqAj
via Latest Gujarati News

Post a Comment

0 Comments