સંજય દત્ત આગામી ફિલ્મમાં ડાન્સ કરતો જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 મે 2019, બુધવાર

થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેની આવનારી ફિલ્મ 'સડક ટુ' ફિલ્મના શૂટિંગ શરૂ થયાની જાણ કરી હતી. હવે આમાં નવી વાત એ છે કે, સંજય દત્ત આ ફિલ્મમાં આઇટમ ડાન્સમાં જોવા મળશે. 

ફિલ્મના ડેવલપમેન્ટ સાથે જોડાયેલ વ્યક્તિએ જણાવ્યુ ંહતુ ંકે, ' મુંબઇના મહેબૂબ સ્ટુડિયોમાં થોડા દિવસ શૂટિંગ ચાલવાનું છે, જેમાં સંજય દત્ત આઇટમ સોન્ગ કરતો હોય તેનું ફિલ્માંકન થશે. મૂળ ફિલ્મની તેની હિરોઇન પૂજા પણ આ ટાણે હાજર હતી અને મોનિટર પર તે દ્રશ્યને નીરખી રહી હતી. 

આલિયા પિતા મહેશ ભટ્ટ સાથે  પ્રથમ વખત કામ કરી રહી છે. મહેશ ભટ્ટ આ ફિલ્મ દ્વારા લાંબા સમયે દિગ્દર્શકની જવાબદારી સંભાળી રહ્યો છે. 

'સડક'ની આ સિકવલમાં સંજય દત્ત, પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર કામ કરી રહ્યા છે. મહેશ ભટ્ટે આ ફિલ્મની રીલિઝ તારીખમાં ફેરફાર કર્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VEcf69
via Latest Gujarati News

Post a Comment

0 Comments