માનુષી છિલ્લર અક્ષય કુમાર સાથેની ફિલ્મ દ્વારા બોલીવૂડમા ડેબ્યુ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 મે 2019, બુધવાર

માનુષી છિલ્લર બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે તે ચર્ચા વારંવાર થાય છે. હવે નવી બાતમી પ્રમાણે માનુષી અક્ષય કુમાર સાથે પહેલી ફિલ્મ કરશે. આ એક ઐતિહાસિક ફિલ્મ હશે, જેમાં અક્ષય કુમાર રાજાના પ્રાત્રમાં જોવા મળશે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિક ફિલ્મની ટીમમાં સામેલ થઇ ગઇ છે. આ ફિલ્મમાં તે અક્ષયના પાત્ર પૃથ્વીરાજ ચૌહાણની પત્નીના પાત્રમાં જોવા મળશે. જોકે આ બાબતની  સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. આ પહેલા માનુષી રણવીર સિંહ સાથે ડેબ્યુ કરવાની છે તેવી વાત હતી. અક્ષય કુમાર સાથેની ફિલ્મમાં માનુષી સંયુક્તાના પાત્રમાં જોવા મળશે. જે પૃથ્વીરાજ ચૌહાણની પત્નીઓમાંની એક હતી. સંયુક્તા અને પૃથ્વીરાજ ચૈહાણના પ્રેમની ચર્ચા ચારેકોર હતી. 

પૃથ્વીરાજ ચૈહાણના કાર્યકાળ ૧૧૮૭ થી ૧૧૯૨ સુધી રહ્યો. તેનું સામ્રાજ્ય અજમેરથી દિલ્હી સુધી ફેલાયેલું હતું. તેને ૧૫ વરસની વયે જરાજગાદી સંભાળી હતી. સંયુક્તા સાથેના તેનો પ્રેમ જગજાહેર છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30v7kIm
via Latest Gujarati News

Post a Comment

0 Comments