વરુણ ધવન નતાશા સાથે ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી ચર્ચા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 મે 2019, બુધવાર

દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક બાદ હવે વરુણ ધવનના લગ્નની વારંવાર ચર્ચા થાય છે. પરંતુ  એ માત્ર અફવા સાબિત થઇને રહી જાય છે. ફરી એક વખત તેમના લગ્નની ચર્ચા થઇ રહી છે. 

એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, વરુણ નતાશા સાથે ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી શક્યતા છે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે. આ યુગલ ગોવાના દરિયાકાંઠે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. બન્ને પરિવારે લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાની વાત છે. 

રિપોર્ટમાં તો એમ પણ કહેવાયું છે કે, લગ્ન ધામધૂમથી કરવામાં આવશે, અને તેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. આ લગ્નમાં બન્નેના અંગત પરિવારજનો, મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ આપવામાં આવશે. 

સૂત્રે વધુમાં જણાવ્યું છે કે, ગોવામાં લગ્નના ફેરા ફર્યા બાદ મુંબઇમાં એક ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.

વરુણે આ પહેલા લગ્નની વાતનું ખંડન કર્યું હતું. જોકે તેના પિતા ડેવિડ ધવન ઇચ્છે છે કે વરુણ-નતાશા હેવે લગ્ન કરી લેવા જોઇએ.તેમજ નતાશાનો પરિવાર પણ જલદી લગ્ન થાય તેમ જ ઇચ્છે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HB1dep
via Latest Gujarati News

Post a Comment

0 Comments