ગુસ્સે થયેલા ચીની સુપરવાઈઝરે પાકિસ્તાની કામદારને ભઠ્ઠીમાં ફેંક્યો


(પીટીઆઈ) લાહોર, તા. 22 મે, 2019, બુધવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુસ્સે થઈ ગયેલા એક ચીની સુપરવાઈઝરે એના પાકિસ્તાની કામદારને સળગતી ભઠ્ઠીમાં ફંગોળી દેતા સાથી કામદારોએ ેદેખાવો કર્યા હતા.

ફૈસલાબાદના સાહી આનવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલી ફેકટરીના  ચીની સુપરવાઈઝરે ઉપરોક્ત કામદાર, એની સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ  જતાં એને સળગતી ભઠ્ઠીમાં ફંગોળી દીધો હતો. સુપરવાઈઝરના અત્યાચારના વિરોધમાં સાથી કામદારોએ વિરોધ- દેખાવો યોજ્યા હતા. ઘાયલ કામદારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે આરોપીની  અટક કરી તપાસ શરૃ કરી છે.

કેટલાક ચીની નાગરિકો પાકિસ્તાની કન્યાઓને ગેરકાયદે ચીન લઈ જઈને ત્યાં એમને લોહીના વેપારમાં અને ગેરકાયદે અંગોના વેપારમાં ધકેલી દેતા હોવાના બનાવોના વિવાદો વચ્ચે આ ઘટના બની છે.

લાહોર સહિત પંજાબભરમાં પડાયેલા દરોડામાં લગભગ ડઝન ચીની નાગરિકોની અટક કરાઈ છે. ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયે ચીનાઓ દ્વારા પાકિસ્તાની કન્યાઓ પાસે કરાવાતા અમાનવીય કૃત્યોની તપાસ માટે ચીની ટાસ્ક ફોર્સનો પાકિસ્તાન મોકલ્યુ છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VEq6cR
via Latest Gujarati News

Post a Comment

0 Comments