એક્ઝિટ પોલ બાદ જ ઇવીએમ પર શંકા કેમ? : કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય


નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

કોંગ્રેસ સહીત આશરે ૨૨ જેટલા પક્ષો દ્વારા ઇવીએમને લઇને અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સાથે ચૂંટણી પંચ સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી.  આ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસના એક ધારાસભ્યએ પોતાના જ પક્ષ અને વિપક્ષોના પગલા પર સવાલો ઉઠાવ્યા હતા.

કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય કે સુધાકરે જણાવ્યું હતું કે ઇવીએમ અંગે હવે જ કેમ સવાલો ઉઠાવવામાં આવ્યા અત્યાર સુધી કેમ નહીં. તેમણે ખાસ કરીને એક્ઝિટ પોલ બાદ ઇવીએમ પર ઉઠેલા સવાલોને લઇને આ શંકા વ્યક્ત કરી હતી. 

કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ કર્યો હતો કે એક્ઝિટ પોલ જારી કરી દેવામાં આવ્યા તે બાદ હવે ઇવીએમને લઇને કેમ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

અગાઉ કર્ણાટકના જ એક કોંગ્રેસના ધારાસભ્ય રોશન બૈગે પોતાના જ પક્ષના નેતા કેસી વેણુગોપાલ અને દિનેશ ગુંડુ રાવને નિષ્ફળ ગણાવ્યા હતા અને હવે રાજ્યના વધુ એક નેતાઓ કોંગ્રેસની ટોચની નેતાગીરી પર સવાલો ઉઠાવતા પૂછ્યું છે કે ઇવીએમ અંગે એક્ઝિટ પોલ બાદ જ કેમ શંકા થઇ રહી છે



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X05kpn
via Latest Gujarati News

Post a Comment

0 Comments