યુએસ ઓરફોર્સના વડા તરીકે ટ્રમ્પે એરિઝોનાની બિઝનેસ વુમનને નિમ્યાં


વોશિંગ્ટન, તા. 22 મે, 2019, બુધવાર

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એરફોર્સના વડા તરીકે પૂર્વ એલચી અને એરિઝોનાની બિઝનેસવુમનને નિમિ હતી.  ૬૭ વર્ષના બાર્બરા બારેટે જ્યોર્જ બુશ વહીવટી તંત્રમાં ૨૦૦૮થી ૨૦૦૯ સુધી ફિનલેન્ડમાં યુએસ દૂત હતા. તેઓ ૨૦૧૭ સુધી ધી એરો સ્પેસ કોર્પોરેશનના એરોનોટિક્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટના પણ ચેરમેન હતા.' તેઓ એક આઉટસ્ટેન્ડીંગ સેક્રેટરી હતી'એમ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું. પૂર્વ વકીલ અને ટેસ્ટ પાયલોટ એવા બારેટ   રેન્ડ કોર્પોરેશન નામની એક થીકટેંકના પણ બોર્ડના સભ્ય હતા.

આ સંસ્થા અમેરિકન શસ્ત્રદળોને સંશોધન અને પૃથકકરણમાં મદદ પુરી પાડે છે. તેઓ અને તેમના પતિ ક્રેગ રિપબ્લીકન પક્ષને દાન આપનારાઓમાં મોખરે છે. પતિ એમ્રિકન ટેકનોલોજીના સીઇઓ હતા. બારબરા ૧૯૯૪માં જીઓપીની ટિકિટ પરથી એરિઝોનાના ગવર્નરની ચૂંટણીમાં ઊભા રહેનાર પ્રથમ મહિલા હતા.

 જો કે તેઓ પક્ષનું સમર્થન મેળવી શક્યા નહતા. જો તેમને કન્ફર્મ કરવામાં આવશે તો તેઓ  એક અન્ય મહિલા હીધર વિલસનનું સ્થાન લેશે. વિલસનનું નામ સંરક્ષણ મંત્રી તરીકે બોલાતું હતું. તેઓ જીમ મેટિસને જગ્યાએ અમેરિકાના સંરક્ષણ મત્રી બને તેવી સંભાવના છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JzuQyI
via Latest Gujarati News

Post a Comment

0 Comments