
વોશિંગ્ટન, તા. 22 મે, 2019, બુધવાર
ઉડતા વિમાનમાં પંદર વર્ષની સગીરા સાથે સેક્સ માણવા માટે વિમાનને ઓટોપાયલોટ પર મૂકવાની કબુલાત કરનાર ૫૩ વર્ષના અબજોપતિ વેપારીને પાંચ વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
બેડમિન્સટર, ન્યુજર્સીના આઘેડ સ્ટીફન બ્રાડલી મેલે ડીસેન્બર ૨૦૧૮માં આંતરરાજ્ય ફલાઇટમાં ગેરકાયદે સેક્સ માણવાના અને ચાઇન્ડ પોર્નોગ્રાફી કરવા ફેડરલ આરોપો કબુલ્યા હતા જે કેસનો ચૂકાદો મંગળવારે આવશે.
બ્રોકરેજ કંપની ધરાવતા ત્રણ સંતાનોના પિતા મેલ પર પંદર વર્ષની સગીરા સાથે સેક્સ માણવાનો આરોપ હતો. સગીરાની માતાએ મેલને પોતાની પુત્રીને વિમાન ઉડાડતા શીખવાડવા વિનંતી કરી હતી.
મેસને સજા સંભળાવવામાં આવી તેની પહેલાં મેલના વકીલોએ કહ્યું હતું કે તેઓ એક નમ્ર વ્યકિત છે જેઓ અનેક પ્રકારની હતાશાથી પીડાય છે. ૨૦૧૨માં મિત્ર સાથે હેલિકોપ્ટરમાં ઉડતી વખતે થયેલા અક્સ્માત પછી તેમનો વેપાર વારસદારોએ પડાવી લેતાં તેઓ ખૂબ હતાશ થયા હતા.
ઉપરાંત મેલ સામે તરૃણી કે સગીરા સાથે સેક્સ માણવાનો પણ કેસ ચાલશે જેનો ચૂકાદો જુલાઇમાં આવશે. મેલે પોતાની એક ધર્માદા સંસ્થા લાઇફલાઇન શરૃ કરી હતી જે બાળકોને તેમની સારવાર માટે આખા અમેરિકામાં વિમાનમાં લઇ જતી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VEzVaE
via Latest Gujarati News
0 Comments