ચીનની ત્રણ મોટી એરલાઇન્સે બોઇંગ પાસે વળતરની માગ કરી


(પીટીઆઇ) બેઇજિંગ, તા. 22 મે, 2019, બુધવાર

માર્ચમાં ઇથોપિયામાં મેક્સ ૭૩૭ વિમાન ક્રેશ થયા પછી મેક્સ ૭૩૭ બોઇંગ વિમાનનું ઉડ્ડયન બંધ કરી દેનાર ચીનની ત્રણ મોટી એરલાઇન્સે બોઇંગ પાસે વળતરની માગ કરી છે. 

એર ચાઇના, ચાઇના સધર્ન એરલાઇન્સ અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે નવા વિમાનની ડિલીવરીમા વિલંબ થવા બદલ વિમાન નિર્માતા કંપની બોઇંગ સામે દાવો માંડયો છે. 

બોઇંગના અંદાજ મુજબ આગામી ૨૦ વર્ષમાં ચીન અમારી પાસેતી ૭૭૦૦ જેટલાઇનર્સ ખરીદે તેવી શક્યતા છે. 

ચીનની સરકારે હરીફાઇનો સામનો કરવા અને ભાડું નીચું રાખવા માટે એરલાઇન્સને નવા વિમાન ખરીદવાની મંજૂરી આપી છે. 

ચાઇના સધર્ન એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે ૧૧ માર્ચથી ૭૩૭ મેક્સ વિમાનની ૨૪ ફલાઇટ રદ થવાને કારણે અમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  બીજી તરફ ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે ૭૩૭ મેક્સના આઠ વિમાનો રદ કરવાથી અમને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30C4Vvs
via Latest Gujarati News

Post a Comment

0 Comments