
પેરિસ, તા. 22 મે, 2019, બુધવાર
માર્ચ મહિનામાં ઇથોપિયામાં ૭૩૭ મેક્સ વિમાન દુર્ઘટનામાં પતિના મોત બદલ મહિલાએ વિમાન નિર્માતા કંપની બોઇંગ પર ૨૭.૬ કરોડ ડોલરનો દાવો માંડયો છે. આ વિમાન દુર્ઘટનામાં તમામ ૧૫૭ યાત્રીઓના મોત થયા હતાં. અમેરિકામાં દાખલ કરવામાં આવેલા દાવામાં જણાવવામાં આવ્યુ છે કે બોઇંગે પોતાના પાયલોટને સંભવિત ખતરાની જાણકારી આપી ન હતી.
યુએસ એટર્ની નોમાન હુસેનના જણાવ્યા અનુસાર કોર્પોરેટ વર્લ્ડ સુરક્ષાના ભોગે પોતાનો નફો વધારી રહ્યું છે. તેમણે પેરિસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મારા અસીલ અને ફ્રાન્સની મહિલા નાડેગે દુબોઇ સિક્સને થયેલા નુકસાનના વળતર પેટે ૨૭.૬ કરોડ ડોલરની માગણી કરવામાં આવી છે.
બોઇંગે ગયા સપ્તાહમાં એક નિવેદન જારી કરી જણાવ્યું છે કે ૭૩૭ મેક્સના એમસીએએસ સોફ્ટવેરનું અપડેટ પૂર્ણ થઇ ગયું છે અને ટૂંક સમયમાં પાયલોટોને આ અંગેની તાલીમ આપવામાં આવશે.
પાંચ મહિનામાં બીજી વખત ૭૩૭ મેક્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા વિશ્વના અનેક દેશોએ તેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગયા ઓક્ટોબરમાં પણ ઇન્ડોનેશિયાના સમુદ્રમાં ૭૩૭ મેક્સ ખાબકતા ૧૮૯ લોકોના મોત થયા હતાં. ઇથોપિયામાં વિમાન ક્રેશ થયા પછી પોતાના સ્વજનો ગુમાવનારા અનેક પરિવારોએ વળતર ાટે દાવો માંડયો છે .
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VI47lk
via Latest Gujarati News
0 Comments