થાક અને સૂકી ઉધરસ આ બીમારીના હોય શકે છે લક્ષણ, તુરંત કરાવો ચેકઅપ


નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર

ઈંટરસ્ટીશિયલ લંગ ડિઝીઝ એક એવી બીમારી છે જે ફેફસાના વાયુકોષ વચ્ચેની જગ્યાને પ્રભાવિત કરે છે. તેમાં વાયુકોષ વચ્ચેની કોશિકા મોટી થઈ જાય છે અને તેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં ઓક્સીજન પુરતા પ્રમાણમાં લોહીમાં પહોંચી શકતું નથી. આ બીમારીના પ્રકારોમાં પલ્મોનરી ફાઈબ્રોસિસ મુખ્ય છે અને તે વધારે કિસ્સામાં જોવા મળે છે. તે ઉપરાંત સારકાઈડોસિસ, હાઈપરસેંસિટિવિટી, ન્યુમોનાઈટિસ, કનેક્ટિવ ટિશ્યૂ ડિઝીસ અને ઓક્યૂપેશનલ લંગ ડિઝીજ પણ હોય શકે છે. 

રોગના મુખ્ય લક્ષણ

આ રોગમાં શ્વાલ લેવામાં તકલીફ થવી મુખ્ય લક્ષણ હોય છે. ચાલતી વખતે કે કામ કરતી વખતે શ્વાસ ચઢવો તે રોગનું શરૂઆતનું સ્ટેજ છે. કોઈપણ પ્રકારના કામ વિના પણ શ્વાસ લેવામાં સમસ્યા થવી તે રોગની ગંભીર સ્થિતી દર્શાવે છે. આ ઉપરાંત દર્દીને સૂકી ઉધરસ પણ થાય છે.  આ રોગ થવાનું મુખ્ય કારણ કોલસા, અનાજની ધૂળ, પથ્થરની ઝીણી રજ, પક્ષીઓના સંપર્કમાં આવવું હોય શકે છે. 

રોગનો ઈલાજ તેની ગંભીરતા પર આધારિત હોય છે. શરૂઆતના સ્ટેજમાં એંટીબાયોટિક, એંટીફિબ્રોટિક, સ્ટેયરોઈડ્સ, ઈમ્યુનોપપ્રેસિવ દવાઓથી ઈલાજ થાય છે. પરંતુ બીમારી વધવાની સાથે દર્દીને આજીવન ઓક્સીજન આપવાની જરૂર પડે છે. આ ઉપરાંત આગળ જતા દર્દીને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી શકે છે.  રોગના લક્ષણો જણાય તો તુરંત નિષ્ણાંત પાસે ચેકઅપ કરો, નિયમિત દવા લેવી અને પ્રોટીનયુક્ત ખોરાક લેવો. ઠંડી વસ્તુઓનું સેવન ટાળવું અને યોગ કરી વ્યસનનોને છોડવા. 





from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JLLZoS
via Latest Gujarati News

Post a Comment

0 Comments