નવી દિલ્હી, તા.29 મે 2019, બુધવાર
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ યોજાયેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પોતાનો આક્રોશ ઠાલવ્યા બાદ રાહુલ ગાંધી ચાર દિવસે પહેલી વખત જાહેરમાં નજરે પડયા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ જાતે કાર ડ્રાઈવ કરીને જતા જોવા મળ્યા હતા અને તેમની સાથે બીજુ કોઈ નહી પણ તેમનો ડોગ પિદ્દી પાછળની સીટ પર બેઠો હતો.
સોશ્યલ મીડિયા પર આ તસવીર ખાસી વાયરલ થઈ રહી છે. આ તસવીરને લઈનો યુઝર્સ જાત જાતની કોમેન્ટસ પણ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની કેટલાક મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક તરફેણ પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દેવાના મૂડમાં છે. જોકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજીનામુ સ્વીકારવાના મૂડમાં નથી. કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે પહેલી વખત રાહુલ ગાંધી જાહેરમાં અને તે પણ રિલેક્સ મૂડમાં દેખાયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HJLedX
via Latest Gujarati News
0 Comments