લખનૌ, તા 29 મે 2019, બુધવાર
ઉત્તરપ્રદેશમાં હિન્દુ મહાસભાએ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને ચાકુનુ વિતરણ કરીને સાવરકર જયંતિની ઉજવણી કરી હતી.
આગ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં ચાકુનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન હિન્દુ મહાસભાના પ્રવક્તા અશોક પાંડેયે નિવેદન આપતા કહ્યુ હતુ કે, સાવરકરનુ સ્વપ્ન હતુ કે, રાજનીતિનુ હિન્દુકરણ થાય અને હિન્દુઓનુ સૈન્યકરણ થાય તે સાવરકરનુ સ્વપ્ન હતુ. નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં મળેલી જીતની સાથે સાવરકરનુ 50 ટકા સ્વપ્ન પુરુ કરી દીધુ છે અને અમે ચાકુનુ વિતરણ કરીને હિન્દુઓનુ સૈન્ય કરણ કરવાના સાવરકરના સ્વપ્નને પુરુ કરી રહ્યા છે.
અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ પૂજા પાંડેએ કહ્યુ હતુ કે, ચાકુ વિતરણ કરવા પાછળનો હેતુ હિન્દુઓને સશક્ત કરવાનો છે. તેનાથી યુવા પેઢીને શીખવાડવામાં આવ્યુ છે કે, પોતાની રક્ષા કેવી રીતે કરવી. ચાકુની સાથે સાથે ભગવદ ગીતાની એક કોપી પણ વિદ્યાર્થીઓને અપાઈ છે. પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને આત્મરક્ષા કેવી રીતે કરવી તે પણ આવડવુ જોઈએ. હું માત્ર મારી માતા, બહેનો અને પુત્રી કે પરિવારના સભ્યોની રક્ષા કરવા માટે તેમને મજબૂત હોવાનો અહેસાસ કરાવવા માંગુ છું. કારણકે મહિલાઓ સામેના અપરાધ વધી રહ્યા છે. તેમને પણ ચાકુનો ઉપયોગ કરવાનુ શિક્ષણ આપવાની જરુર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JMXSuH
via Latest Gujarati News
0 Comments