નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
એશિયા પ્રશાંતમાં ટેક કંપનીઓ માટે ઓફિસ શરૂ કરવા માટે બેંગલુરુ અને ગુરુગ્રામ દુનિયાની પાંચ પસંદગીની જગ્યાઓમાંથી છે. સંપત્તિ સલાહકારની રીપોર્ટ અનુસાર આ શહેરોમાં સારા વેપારની સ્થિતી અને ઈંજીનિયરોની ઉપલબ્ધતા હોય છે અને રીયલ એસ્ટેટની વૃદ્ધિના કારણે આ ક્ષેત્ર પ્રૌદ્યોગિકી કંપનીઓની પસંદ બનેલા છે. રીપોર્ટ અનુસાર આ જગ્યા સિલિકોન વેલી જેવું હબ કે મોટું શહેર નથી પરંતુ અહીં ઓફિસ શરૂ કરવા દરેક કંપનીની ઈચ્છા હોય છે.
કારોબારી પરિસ્થિતિ, ઈનોવેટિવ વાતાવરણ અને લાગત તેમજ ઉપલબ્ધતાના આધારે એશિયા પ્રશાંતના 15 શહેરોને રેંકિંગ આપવામાં આવી છે. કારોબાર અને ઈનોવેશનના વાતાવરણને અધ્યયનમાં 40 ટકાનો ભારાંશ આપવામાં આવ્યો છે. જ્યારે લાગતને 20 પ્રતિશતનો ભારાંશ આપવામાં આવ્યો છે. રીપોર્ટ અનુસાર આઈટી કંપનીઓના ફેવરેટ શહેરોમાં બીજિંગ, બેંગલુરુ, શંઘાઈ, સિંગાપુર અને ગુરુગ્રામનો સમાવેશ થાય છે. આ શહેરોની સ્થિતી અને વાતાવરણ અન્ય શહેરોની સરખામણીમાં સારી છે. ભારતમાં પ્રૌદ્યોગિકી કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારત સતત એવા ક્ષેત્ર તરીકે આગળ વધી રહ્યું છે જ્યાં બદલતી પ્રૌદ્યોગિકીને ઝડપથી સ્વીકારવામાં આવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30SV2tC
via Latest Gujarati News
0 Comments