બિહારમાં મતદાન દરમિયાન હિંસા, ભાજપના નેતાને ગોળી મારી

નવી દિલ્હી,તા.12 મે 2019 રવિવાર

લોકસભાની ચૂંટણીના મતદાનના છઠ્ઠા તબક્કામાં બંગાળની સાથે સાથે બિહારમાં પણ હિંસા થઈ છે.

બિહારના મહારાજગંજ લોકસભા વિસ્તારમાં આરજેડીના ધારાસભ્યે મુદ્રિકા રાયે ભાજપના નેતા પ્રમોદ સિંહ પર ગોળી ચલાવી છે.તો બીજી તરફ ભાજપના સમર્થકોએ આરજેડી વિધાયકની ધોલાઈ કરી હતી.પોલીસે માંડ માંડ ધારાસભ્યને ટોળામાંથી છોડાવ્યા હતા.ગોળી વાગવાથી ઘાયલ ભાજપના નેતાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

બીજી તરફ અન્ય એક શિવહર લોકસભા બેઠકના એક બૂથ પર પણ અકસ્માતે હોમગાર્ડ જવાનની બંદુકમાંથી ગોળી છુટી જતા મતદાન મથક પર ફરજ બજાવી રહેલા શિક્ષક શિવેન્દ્ર કિશોરનુ મોત થયુ હતુ.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LCWL2s
via Latest Gujarati News

Post a Comment

0 Comments