નવી દિલ્હી, તા. 12 મે 2019 રવિવાર
આઈપીએલની મેચનો મફત પાસ માંગવાનુ એક કેન્દ્રીય અધિકારીને ભારે પડી ગયુ છે.
મળતી વિગતો પ્રમાણે કેન્દ્ર સરકારના પર્સોનલ ડિપાર્ટમેન્ટના અધિકારી ગોપાલ ગુપ્તાએ દિલ્હી ક્રિકેટ એસોસિએશન પાસે આઈપીએલની મેચ માટે મફત પાંસની માંગણી કરી હતી.એ વાતની જાણકારી મળતા જ વડાપ્રધાન કાર્યાલયે તેમની કેન્દ્ર સરકારમાં નિમણૂંક થયા બાદના કાર્યકાળમાં કાપ મુકી દીધો છે. તેમને પાછા રેલવે મંત્રાલયમાં મોકલી અપાયા છે.
પર્સોનલ વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કમિટીએ અધિકારીની બદલીના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.ગુપ્તા 1987ની આઆરએસ બેચના અધિકારી છે.
મેચના પાસ માટે ગુપ્તાના મંત્રાલય અને દિલ્હી ક્રિકેટ એસોસિએશન વચ્ચે પત્રવ્યવહાર થયો હતો.જે જાહેર થઈ ગયા બાદ વડાપ્રધાન કાર્યાલયે કાર્યવાહી કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30d3Iul
via Latest Gujarati News
0 Comments