અલવરમાં દલિત મહિલા પર ગેંગરેપ મુદ્દે માયાવતી પર મોદીએ સાધ્યુ નિશાન

નવી દિલ્હી,તા.12.મે,2019

રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર ગેંગરેપનો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ માયવતીને જ આરોપીના કઠેડામાં ઉભા કરી દીધા છે.

યુપીમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતું કે, એક દલિતની દિકરી પર થયેલા ગેંગરેપ પછી પણ દલિતો પર રાજનીતિ કરનાર માયાવતી ચૂપ છે. માયાવતી કેમ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારને આપેલુ સમર્થન પાછુ નથી લઈ રહ્યા. જો તમે ખરેખર દેશની દિકરીઓ માટે ઈમાનદાર હોય તો તમારે કોંગ્રેસ સરકારને આપેલુ સમર્થન પાછુ લઈ લેવુ જોઈએ.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, અલવર ગેંગરેપનો મામલો કોંગ્રેસની સરકારે છુપાવવા પ્રયત્ન કર્યો હતો. નામદારના મોઢા પર પણ તાળા વાગી ગયા છે. આ મામલામાં કોઈ કશું બોલી રહ્યુ નથી.

તેમણે કહ્યુ હતુ કે, આજે જે લોકો મારી જાતિ કઈ છે તે જાણવા સર્ટિફિકેટ માંગી રહ્યા છે તેઓ સાંભળી લે કે હું તો પછાત જાતિમાં પેદા થયો છું પણ આખા દેશને આગળ લઈ જવા માંગુ છું.દેશના તમામ ગરીબોની જે જાતિ છે તે જ મારી જાતિ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વિરોધીઓ માટે સત્તાનો અર્થ છે પોતાના ઘર ભરવા અને મારા માટે સત્તાનો મતલબ છે દેશની પ્રગતિ. આજે હું દેશનો પીએમ છું પણ મારા ખાતામાં કેટલા પૈસા છે તે આખો દેશ જાણે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E2F46c
via Latest Gujarati News

Post a Comment

0 Comments