નવી દિલ્હી, તા.12 મે 2019, રવિવાર
ચૂંટણી જીતવા માટે પ્રચાર-પ્રસારની સાથે સોશિયલ મીડિયાની પણ મહત્વની ભૂમિકા હોય છે. તમામ પાર્ટી ટ્વિટરમાં પોતાના ફોલોઅર વધારવા માટે સક્રિય રહેતી હોય છે. રાજકીય પાર્ટીઓ ડિઝીટલ કેમ્પેઈન પણ ચલાવતી નજરે ચડતી હોય છે.
ભાજપ એ બાબતે વધુ સક્રિય છે. સત્તાધારી ભાજપે ટ્વિટરમાં 11 મિલિયન ફોલોઅર સાથે વિશ્વની તમામ રાજકીય પાર્ટીને પાછળ રાખી નવો રેકોર્ડ બનાવ્ચો છે. ભાજપની હરીફ પાર્ટી કોંગ્રેસને 5.14 ફોલોઅર છે.
અમેરીકાની વાત કરવામાં આવે તો અમેરીકાની રિપબ્લિકન પાર્ટીને 16,327 ફોલો કરે છે અને ડેમોક્રેટિક પાર્ટીને 1,588,662 લોકો ફોલો કરે છે.
ભાજપને સોશિયલ મીડિયામાં ફોલો કરવામાં યુવા વર્ગ વધુ છે અને વર્તમાન લોકસભા ચૂંટણીમાં લગભગ 84 મિલિયન લોકોએ પહેલી વખત મતદાન કર્યું અથવા કરવાના છે.
પાર્ટીને બદલે વ્યક્તિની વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર કુલ 11.09 કરોડ ફોલોઅર છે. અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 18.27 કરોડ ફોલોઅર સાથે પ્રથમ નંબરે આવે છે અને ડોનાલ્ડ ટ્રંપને ટ્વિટર પર 9.6 કરોડ ફોલોઅર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JztlQe
via Latest Gujarati News
0 Comments