J&K: શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર: હથિયારોનો જથ્થો જપ્ત

શ્રીનગર, તા. 12 મે 2019 રવિવાર

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. સેના તરફથી આની પુષ્ટિ કરવામાં આવી છે.

સેના અધિકારીએ જણાવ્યુ કે સેનાને દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હિન્દસીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી અને તપાસ અભિયાન ચલાવાયુ. આતંકીના અન્ય સાથી અત્યારે વિસ્તારમાં છુપાયેલા છે. જેથી જોઈન્ટ ઑપરેશન અત્યારે ચાલુ છે. 

સેના અધિકારીએ જણાવ્યુ કે તપાસ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દીધો. જે બાદ અથડામણ શરૂ થઈ અને તેમાં બે આતંકવાદી માર્યા ગયા.

અધિકારીએ જણાવ્યુ કે અથડામણ સ્થળેથી હથિયાર અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અત્યારે જોઈન્ટ ઑપરેશન ચાલુ છે. સૂત્રો અનુસાર જે રીતે બારૂદ અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. તેનાથી આતંકી કોઈ ઘટનાનો અંજામ આપવાની તૈયારીમા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDkBwf
via Latest Gujarati News

Post a Comment

0 Comments