નવી દિલ્હી, તા. 12 મે 2019 રવિવાર
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યુ છે. પશ્ચિમ બંગાળની પણ 8 બેઠકો પર આજે મતદાન છે. બંગાળના ઝારગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો છે, મૃત વ્યક્તિનું નામ રામેન સિંહ જણાવાઈ રહ્યુ છે. BJPના કાર્યકર્તા સિવાય એક ટીએમસી કાર્યકર્તાનો મૃતદેહ જપ્ત કરાયો છે. બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારી દેવાઈ છે.
બંગાળમાં મતદાન થયાની સાથે-સાથે હિંસા સતત ચરમસીમાએ પહોંચી છે. મિદનાપુરમાં પણ બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારી દેવાઈ છે. બંને કાર્યકર્તાઓને તમલુકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેલ્દાના ટીએમસી કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આ હુમલો ભાજપે કરાવ્યો છે.
બંગાળના બહુચર્ચિત પૂર્વ IPS ઓફિસર અને ઘાટલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષે આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓએ કેશપુરમાં તેમની સાથે ખરાબ વર્તન કર્યુ છે. TMC કાર્યકર્તાઓએ ભારતી ઘોષની ગાડી પર હુમલો કર્યો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vSeYOO
via Latest Gujarati News
0 Comments