'ન્યાય યોજના' ભારતના અર્થતંત્રમાં ટ્રેક્ટરના ડીઝલનું કામ કરશે: રાહુલ ગાંધી


નવી દિલ્હી, તા. 16 મે 2019, ગુરુવાર

કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં 'ન્યાય યોજન'ને સામેલ કરી છે. પાર્ટી તેને વિશ્વની સર્વાધિક લોકપ્રિય ઘટના ગણાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ન્યાય યોજના હિંદુસ્તાનના અર્થતંત્રમાં ટ્રેક્ટરના ડીઝલની જેમ હશે. આ યોજના લાગૂ થયા બાદ દેશની અર્થવ્યવસ્થા ફરીથી શરૂ થઇ જશે.

બિહારના પટનામાં ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસની ન્યાય યોજના વિશે કહ્યું કે, જેમ ટ્રેક્ટરમાં ડીઝલ ભરવામાં આવે છે તેમ ન્યાય યોજના હિંદુસ્તાનના અર્થતંત્રના એન્જીનમાં ડીઝલની જેમ હશે. અમે ડીઝલ ભરીશું, ચાવી ઘુમાવીશું અને હિંદુસ્તાનનું અર્થતંત્ર ફરી ચાલૂ થઇ જશે, લોકોને રોજગારી મળશે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WNBfcs
via Latest Gujarati News

Post a Comment

0 Comments