
નવી દિલ્હી, તા. 7.મે,2019
IPLમાં અમ્પાયરો અને સ્ટાર ખેલાડીઓ વચ્ચેનો વિખવાદ આ વખતે ધ્યાન ખેંચનારો મુદ્દો રહ્યો છે.
બેંગ્લોર આરસીબીની હૈદ્રાબાદ સામેની છેલ્લી મેચ દરમિયાન બેંગ્લોરના બોલર ઉમેશ યાદવની છેલ્લી ઓવરમાંનો બોલ આપવાના મુદ્દે બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને અમ્પાયર નાઈજેલ લોન્ગ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ટીવી ફૂટેજમાં દેખાતુ હતુ કે, અમ્પાયરે ખોટો નો બોલ આપ્યો છે. આ જોઈને કોહલી ચાલુ મેદાને જ અમ્પાયર સાથે ઝઘડો કરવા ધસી ગયો હતો. જોકે લોન્ગે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો નહોતો અને નો બોલ યથાવત રાખ્યો હતો.
કોહલીના વર્તનથી લોન્ગ એટલા નારાજ થયા હતા કે ઈનિંગ વચ્ચેના બ્રેક દરમિયાન તેઓ અમ્પાયર રુમમાં પહોંચ્યા હતા ત્યારે ગુસ્સે થઈને દરવાજાને લાત મારી હતી. જેનાથી દરવાજાને નુકસાન થયુ હતુ. એ પછી નાઈજેલ લોન્ગે દરવાજાને નુકસાન બદલ 5000 રુપિયા ચુકવ્યા હતા.
કર્ણાટક ક્રિકેટ એસોસિએશનનુ કહેવુ છે કે, આ મામલો બોર્ડના ધ્યાન પર લાવવામાં આવશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZYGzMc
via Latest Gujarati News
0 Comments