સાધ્વી પ્રજ્ઞાને હું ક્યારેય માફ નહી કરી શકું: પીએમ મોદી

નવી દિલ્હી,તા.17 મે 2019, શુક્રવાર 

સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતુ નિવેદન આપ્યા બાદ આખા દેશમાં હોબાળો થયો છે ત્યારે પીએમ મોદીએ આ મુદ્દે પહેલી વખત પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીએ કહ્યુ કે, ભલે તેમણે માફી માંગી હોય પણ હું તેમને મારા મનથી ક્યારેય માફ નહી કરી શકું. તેમણે એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે સાધ્વી પ્રજ્ઞા અને કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ નાથુરામ પર આપેલા નિવેદન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મહાત્મા ગાંધી અને નાથૂરામ ગોડસે માટે જે પણ વાત કરાઈ છે તે ભયંકર ખરાબ છે. આ તમામ ધૃણાસ્પદ વાતો છે જે સભ્ય સમાજમાં ના થઈ શકે. ભલે આ મામલામાં તેમણે માફી માંગી હોય પણ હું તેમને મારા મનથી ક્યારેય માફ નહી કરું.

ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ ભાજપ બેકફૂટ પર આવી ગયુ છે. સાધ્વી પ્રજ્ઞાએ આ મુદ્દે માફી માંગી છે પણ ભાજપે તેમને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VuQKF1
via Latest Gujarati News

Post a Comment

0 Comments