દિલજીત અને યામી ગોતમની જોડી પ્રથમ વાર રૂપેરી પડદે જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  29 મે 2019, બુધવાર

ફિલ્મ 'ઉડતા પંજાબ'થી બોલીવૂડમાં ડેબ્યુ કરનાર અને પોતાના કંઠથી શ્રોતાગણને ડોલાવનાર દિલજીતની આ વરસે બે ફિલ્મ રિલીઝ થવાની છે. હવે તે એક વધુ ફિલ્મમાં યામી ગૌતમ સાથે જોવા મળશે. જે કોમેડી  હશે.

'' દિલજીત અને યામીએ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. આ એક ફ્રેશ જોડી છે, અને અમે તેમની સાથે કામ કરવા ઉત્સાહિત છીએ. આ બન્ને એકટર્સની કોમિક ટાઇમિંગ બહેતરીન છે. આ એક સેન્સિબલ કોમેડી છે, જે એક કપલની આસપાસ ફરે છે,'' તેમ સૂત્રે જણાવ્યું હતું.

આ ફિલ્મથી અજીજ મિર્જાનો પુત્ર હારુન દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરશેે. આ ફિલ્મને રમેશન તોરાની નિર્માણ કરવાના છે. 

તોરાનીએ આ ફિલ્મ બાબત જણાવ્યુ ંહતુ ંકે, '' આ ફિલ્મ ઓગસ્ટમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HI7ox3
via Latest Gujarati News

Post a Comment

0 Comments