(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 29 મે 2019, બુધવાર
ગયા વરસે 'મીટુ મુવમેન્ટ'ની ઝપટમાં ઘણી સેલિબ્રિટીઓ આવી ગઇ હતી. જેના કારણે તેમને તેમના શોમાંથી દૂર કરાયા હતા. આ યાદીમાં અનુ મલિકનું નામ પણ આવ્યું હતું. જ્યારે તેના પર આ આરોપ લાગ્યો હતો, ત્યારે તે સંગીતના રિયાલિટી શો 'ઇન્ડિયન આયડોલ સીઝન ૧૦'માં નિર્ણાયક હતો. પરંતુ તેના વિશે હોહાપો થતા તેને આ શોમાંથી દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે અગિયારમી સીઝનમાં તેને ફરી લેવાની વિચારણા થઇ રહી છે.
મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મીટુ અભિયાન હવે શાંત પડી ગયું છે. તેથી શોના મેકર્સ તેને ફરી એ જ રિયાલિટી શોમાં લેવા ઇચ્છી રહ્યા છે. જો આમ થશે તો અનુ મલિક 'ઇન્ડિયન આઇડોલ સીઝન ૧૧'માં નિર્ણાયકોમાંના એક હશે.
જોકે મેકર્સે હજી સત્તાવાર આ વાતની ઘોષણા નથી થઈ. ખબરોની માનીએ તો નેહા કક્ડ અને વિશાલ દદલાની પણ નિર્ણાયકો તરીકે હશે.
અચાનક અનુ મલિકને આ શોમાંથી ગયા વરસે હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતુ ંકે, '' હું અનુ મલિક છું અને મને લાગે છે કે,થોડા દિવસો આ શોથી મારે બ્રેક લેવો જોઇએ. શોના કારણે હું મારા અન્ય કામ પર ધ્યાન આપી શક્યો નહોતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YZlMae
via Latest Gujarati News
0 Comments