(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 29 મે 2019, બુધવાર
દેવગણ પરિવાર હાલ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે. સોમવારે અચાનક જ અજય દેવગણના પિતા વીરુ દેવગણનું નિધન થઇ ગયું. ત્યાર બાદ મંગળવારે સાંજના કાજોલ મુંબઇની વાંદરાની એક હોસ્પિટલમાં નજીક જોવા મળી હતી. ખબરના અનુસાર તેની માતા તનુજાની તબિયત બગડી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
૭૫ વર્ષીય તનુજાને થોડા સમયથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હોવાથી તેને કાજોલ અન ેપરિવારે હોસ્પિટલમાં દાખલ કરી હતી. સોશિયલ મીડિયા પરકાજોલની હોસ્પિટલ પાસેની તસવીર વાયરલ થવાથી લોકો ચિંતામાં પડી ગયા હતા.
જોકે એક સમાચાર પ્રમાણે તેને પેટમાં દુખાવાની તકલીફ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા પણ તનુજાને પીઠમા ંદુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે હાલ તેની હેલ્થના અપડેટ જાણવા મળ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, તનુજા એના સમયની ટોચની અભિનેત્રી હતી. તેણે કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VUMfUg
via Latest Gujarati News
0 Comments