લોહી, યૂરીન અને પરસેવા દ્વારા પણ સ્ટ્રેસ લેવલ જાણી શકાશે - સંશોધન


આજની ઝડપી જીવનશૈલીમાં માનસિક તણાવ વધતો જાય છે. આવા સંજોગોમાં વૈજ્ઞાાનિકોને લોહી, પરસેવા અને યૂરિનની તપાસ દ્વારા માનસિક તણાવનું લેવલ જાણવામાં સફળતા મળી છે. તણાવને સાયલન્ટ કિલર ગણવામાં આવે છે તેનાથી હ્વદય તથા મગજને લગતી બીમારીઓ થઇ શકે છે આથી તણાવ અંગેની આ શોધ મહત્વની છે. 

અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર બ્લડપ્રેશરની જેમ માણસ ખાસ પ્રકારના ઉપકરણ દ્વારા તણાવની સ્થિતિને પણ માપી શકશે. જો કે શરુઆતના સંશોધનમાં પ્રોફેસર એડ્રીયુ સ્ટેકલના જણાવ્યા મુજબ ઉપકરણ તણાવને લઇને ડૉકટરની સલાહની જરુર છે કે નહી એ જણાવશે. આ ઉપકરણ તણાવ સાથે સંબંધ ધરાવતા હોર્મોનને પારજાંબલી કિરણો દ્વારા માપન કરશે. જો કે અમેરિકાની કેમિકલ સોસાયટી સેન્સર જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ આ ઉપકરણ લેબોરેટરીમાં લોહીની થતી તપાસ થાય છે તેના કરતા હોવાથી તે લેબોરેટરીનું સ્થાન લઇ શકશે નહી. 


વિશ્વમાં દર ચોથી વ્યકિત મેન્ટલ સ્ટ્રેસનો ભોગ બની છે. સેંકડો લોકો માનસિક બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લે છે. સ્ટ્રેસ ધરાવતા ૪૮ ટકા લોકો તણાવના લીધે વહેલા મોત થવા લાગ્યા છે. મોતના ૬ મહત્વના કારણોમાં સ્ટ્રેસનો સમાવેશ થાય છે. એક ૫૦૦૦ લોકો પર થયેલા સ્ટડીમાં ૫૦ટકાથી પણ વધુને કોરોનરીની બીમારી ૪૫ વર્ષ પહેલા જોવા મળી હતી. આથી સ્ટ્રેસ મેનેજમેન્ટ એ ખૂબજ મહત્વની બાબત છે.  અગાઉ આ યુનિવર્સિટીના સંશોધકોએ બ્લડ સેમ્પલ અને કોશિકાઓનો ઉપયોગ કરીને વિશ્વનું પ્રથમ ૩ડી પ્રિન્ટેડ હ્વદય બનાવ્યું હતું.તેના માટે ૩ડી હ્વદય બનાવવા માટે માણસની કોશિકાઓ અને રકત વાહિકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wtguHz
via Latest Gujarati News

Post a Comment

0 Comments