લો ત્યારે હવે બનશે આરડી બર્મનની બાયો-ફિલ્મ

મુંબઇ તા.8 મે 2019 બુધવાર

હિન્દી ફિલ્મ સંગીતમાં વિવિધ પ્રયોગો સર્જનારા સંગીતકાર આર ડી બર્મન પંચમની બાયો-ફિલ્મ બનાવવાની તૈયારી શરૃ થઇ ગઇ હોવાની માહિતી મળી હતી.

બંગાળી ફિલ્મોના સુપર સ્ટાર પ્રસેનજિત ચેટર્જીએ આ માટે પંચમની બાયોગ્રાફી આરડી બર્મનઃ ધ પ્રિન્સ ઑફ મ્યુઝિકના રાઇટ્સ ખરીદી લીધા હતા. બંગાળી લેખક ખગેશ દેવ બર્મને આ જીવનકથા લખી છે. આકાશ ગુપ્તા અને અરુણા જોય સેનગુપ્તા પ્રસેનજિતની સાથે છે. આ ત્રણે સાથે મળીને પંચમની બાયો-ફિલ્મ બનાવવા થનગની રહ્યાં છે. એમ લાગે છે કે પહેલાં આ ફિલ્મ બંગાળી ભાષામાં બનશે. 

જો કે હજુ ઔપચારિક રીતે જાહેર કરાયું નથી કે ફિલ્મનો હીરો કોણ હશે, સંગીત કોણ તૈયાર કરશે, બંગાળી ઉપરાંત કઇ કઇ  ભાષામાં આ ફિલ્મ બનશે અને એમાં પંચમની બીજી પત્ની જગપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની વાત હશે કે નહીં હોય. અત્યારે માત્ર એટલું જાહેર કરવામાં આવ્યું છે કે આરડી બર્મનની બાયો-ફિલ્મ બનશે. 

જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે આવતા વરસે એટલે કે ૨૦૨૦માં આ ફિલ્મ રજૂ કરવાની સર્જકોની યોજના છે. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Va5Xeq
via Latest Gujarati News

Post a Comment

0 Comments