ન્યૂયોર્ક / મુંબઇ તા.8 મે 2019 બુધવાર
સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસને એબીસીની એક નવી સિરિઝમાં કામ કરવાની તક મળી હોવાનું જાણવા મળ્યું હતું.
આ સિરિઝને હાલ વ્હીસ્કી કેવેલિયર ટાઇટલ આપવામાં આવ્યું છે.
આ સિરિઝના શૂટિંગ માટે વીરને અમેરિકામાં ત્રણ મહિના રહેવાની ખાસ પરમિટ પણ મળી હતી. આવી પરમિટ મેળવનારો વીર પ્રથમ ભારતીય કલાકાર છે. આ પ્રકારની પરમિટ, સંગીતકારો, ગાયકો, અદાકારો અને કોમેડિયનોને આપવામાં આવે છે.
વીર દાસ હાલ હસમુખ ફિલ્મ ઉપરાંત પોતાન સ્ટેજ શોમાં બીઝી કલાકાર છે. એને અમેરિકામાં વેસ્ટ કોસ્ટ વિસ્તારમાં શો કરવાની પરમિટ મળી છે. એ ૨૦૨૦ના જુલાઇમાં ત્યાં સ્ટેજ શો કરશે.
વીરના પ્રવક્તાએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે વીર માટે આ એક અનેરી સિદ્ધિ છે. જો કે એ પોતાના અગાઉ નક્કી થયેલાં પ્રોજેક્ટ્સ પણ સમયસર પૂરાં કરશે. એવા પ્રોજેકટ્સમાં બે ફિલ્મો છે. એક ગો ગોવા ગોનની સિક્વલ અને બીજી હસમુખ. એને આશા છે કે ઇન્ટરનેશન પ્રોેજેક્ટ્સની સાથોસાથ ઘરઆંગણે પણ એને બીજી ફિલ્મો મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30dbg0q
via Latest Gujarati News
0 Comments