હર્બલ દવાઓ+બોડી બનાવતા પ્રોટીન = લિવર ફેલ

આજકાલ ઘણાં લોકો સાઇડ ઇફેક્ટથી બચવા માટે હર્બલ દવાઓ અને ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ વળી રહ્યાં છે.  જો કે આવા નુસખાથી તમે હંમેશા સાઇડ ઇફેક્ટથી બચેલા રહેશો એવું નથી. ડૉક્ટર્સનું કહેવું છે કે સલાહવિના આ દવાઓનો ઉપયોગ પણ લિવરને નુકસાન કરી શકે છે. સાથે જ ટ્યુબરક્લોસિસ અને બૉડી બનાવતા સપ્લિમેન્ટસ પણ લિવર ફેલનું કારણ બની શકે છે. જેને લિવરની કોઈ તકલીફ ના હોય તેમને પણ થઇ શકે છે.


ઇન્સ્ટીટ્યુટ ઓફ લિવર એન્ડ બાઈલરી સાયન્સિસના ડાયરેક્ટર ડૉક્ટર સરીન કહે છે કે એમની પાસે અઠવાડિયે એક કે બે એવા પેશન્ટ આવે છે જેમનું લિવર દવાઓને લીધે બગડ્યું હોય.

આ બધાની પાછળ કોમન કારણ હર્બલ દવાઓ માનવામાં આવે છે. આ પછીના ક્રમે એન્ટી ટીબી દવાઓ, બૉડી બિલ્ડીંગ પ્રોટીન સપ્લિમેન્ટ્સ, પેનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ આવે છે. એ જ રીતે ગુરુગ્રામના મેદાંતા હૉસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ યૂનિટના હેડ ડૉક્ટર એ એસ સૉઇન અને અપોલો હૉસ્પિટલના  ડ. સુભાષ ગુપ્તાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.

લિવર નબળું થાય તો આ વાતોનું ધ્યાન રાખો

ડૉક્ટર્સ કહે છે કે લાંબો વખત કોઇપણ દવા લેવામાં સાવધાની રાખવી જોઈએ. મોટાભાગની દવાઓને કોન્સનટ્રેટ કરવા અને એના મેટાબોલિઝમ માટે લિવર જવાબદાર હોય છે. તેથી દવાઓથી થતા નુકસાનનો પહેલો ટાર્ગેટ લિવર હોય છે. તેથી દદ્દી આવા દવાઓ લેતાં હોય તો તેમણે લિવરનું રૂટિન ચેકઅપ કરાવતાં રહેવું જોઈએ. જેમને ફેટી લિવર, આલ્કોહોલથી થતી લિવરની બીમારી કે હેપેટાઈટીસ સીના લીધે લાંબી બીમારી હોય તેમણે વધારે સાવચેતી રાખવી જોઈએ. રિસર્ચ કહે છે કે દવાઓના લીધે એમનું લિવર ઝડપથી ડેમેજ થાય છે.

લિવરની તકલીફ માટે આલ્કોહોલ અને હેપેટાઈટીસ A,B કે Eના વાયરસ પણ હોઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દવાઓને લીધે લિવર ફેલ થઇને થતાં મૃત્યુનો આંક 46.5 ટકા છે. 

શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાનું એક છે લિવર

સ્વસ્થ્ વ્યક્તિના લિવરનું વજન આશરે એકથી દોઢ કિલો જેટલું હોય છે. તે પાચન, મેટાબોલિઝમ, ઇમ્યૂનિટી અને પોષક પદાર્થોના સ્ટોરેજમાં મહત્વનો રોલ ભજવે છે.  તે આપણાં લોહીની સંરચનાને નિયંત્રિત કરીને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને આંતરડામાં રહેલા ખોરાકમાંથી અવશોષિત કરેલા પદાર્થોને શરીર માટે લાયક બનાવે છે. અનહેલ્ધી ખાનપાન અને ખરાબ જીવનશૈલીને લીધે લિવરપર કામનો ભાર વધે છે. તેથી તે ઝેરી પદાર્થ અને ફેટને સરખી રીતે પ્રોસસે નથી કરી શકતું. જેના લીધે સ્થૂળતા, હૃદયની તકલીફ, થાક, માથાનો દુખાવો, પાચનમાં તકલીફ, એલર્જી જેવી ઘણી બીમારીઓ થઇ શકે છે. આવામાં લિવરને સાફ, એક્ટિવ અને ઝેરી પદાર્થોથી મુક્ત કરવા માટે આ વસ્તુઓ ખાઓ....


- લિવરને સાફ કરવામાં લસણ સૌથી લાભકારી છે. આ લિવરમાં એન્જાઇમને એક્ટિવેટ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એલિસિન અને સેલેનિયમ નામના બે નેચરવ કમ્પાઉન્ડ લિવર ક્લીનિંગની પ્રોસેસ વધારે છે. સાથે જ લસણ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ લેવલ્સને ઘટાડે છે. આ બંને લિવરને ઓલરલોડ કરતાં હોય છે.


- બીટ પણ લિવરને સાફ કરીને એના કામકાજમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્લાન્ટ ફ્લાવનૉયડ્સ અને બીટા-કેરોટીન હોજાર હોય છે. જે લિવરના સમગ્ર કામકાજને વ્યવસ્થિત કરે છે. સાથે જ બીટ કુદરતી બ્લડ પ્યુરિફાયર છે. તેથી રોજના ભોજનમાં બીટ અને તેનો જ્યૂસ જરૂર લો.


- લીંબુ પાણી પણ લિવરને સાફ કરે છે. તેમાં ડી-લાઈમોનીન એન્ટીઓક્સીડન્ટ હોય છે જે લિવરમાં ડિટૉક્સિફિકેશનને વધારનાર એન્જાઈમ્સને એક્ટિવેટ કરવામાં મદદ કરે છે. લીંબુમાં વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે લિવરના પાચન વધારનારા એન્જાઈમ્સ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે. લીંબુ લિવરની ખનીજ અવશોષણ કરવાની ક્ષમતાને પણ વધારે છે.


- હળદર પણ લિવરકને સાફ કરે છે. સાથે જ તે ફેટ ડાઈજેસ્ટ કરવાની ક્ષમતા વધારે છે. હળદરમાં રહેલા કરકુમીન નામના કમ્પાઉન્ડ લિવરમાં એક વિષહરણ એન્જાઈમના ફોર્મેશનને વધારે છે. તે લિવર ડેમેજ સેલ્સના પુનનિર્માણને વધારે છે. એક ગ્લાસ પાણીમાં એક ચતુર્થાંશ ચમચી હળદર નાંખીને ગરમ કરો. આવું પાણી દિવસમાં બે વખત પીવો.

આઈએલબીએસના ડાયરેક્ટરનું કહેવું છે કે કોમ્પ્લિમેન્ટ્રી અને ઓલ્ટરનેટિવ દવા, જેમાં હર્બલ અને ડાયેટ સાથે જોડાયેલા પદાર્થો શામેલ હોય, દેશમાં ઝડપથી વધી રહ્યાં છે. જેમાં મોટાભાગે મલ્ટીપલ ઇન્ગ્રીડિએન્ટ્સ હોય છે જે લિવરને નુકસાન કરે છે.

ડૉ. સરીન કહે છે કે જો દવાઓ લેવાથી થતું નુકસાન ઓછું હોય તો આ દવાઓનો ઉપયોગ બંધ કરીને લિવર ફંક્શનને બરાબર કરી શકાય છે. પરંતુ નુકસાન વધારે હોય જેમકે કમળો, બ્લીડિંગ ડિસઓર્ડર કે પગ અને પેટમાં સોજા આવે તો આ બધા સિરિયસ પ્રોબ્લેમ્સ છે. આવા દર્દીઓને સ્પેશ્યલ કેરની જરૂર હોય છે. કેટલાક કિસ્સાઓમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YnSSQM
via Latest Gujarati News

Post a Comment

0 Comments