નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિનું આજે મોટા પડદા પર જીવંત પ્રસારણ



મુંબઈ, તા. 29 મે 2019, બુધવાર

'અબકી બાર તીનસો પાર' આવા સૂત્રોચ્ચાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકસભા ચૂંટણી- ૨૦૧૯માં મોદી નામની સુનામી વી અને ભારતીય જનતા પાર્ટીને ૩૦૩ તેમજ એનડીએને ૩૫૩ બેઠકો મળી. એનડીએ અને ભાજપ સાંસદોની બેઠકમાં એકમતથી નરેન્દ્ર મોદીના નામ ઉપર સંસદીય દળના નેતા તરીકે મુહર લગાવવામાં આવી અને આવતીકાલે, ગુરુવાર, ૩૦ મે ૨૦૧૯ના દિવસે સાંજે સાત વાગે નરેન્દ્ર મોદી અને એમના પ્રધાનમંડળનો રાષ્ટ્રપતિ ભવનમાં શાનદાર સોગંદવિધિ યોજવામાં આવ્યો છે. આ ભવ્ય શાનદાર સમારોહ તમામ લોકોને પોતપોતાની આંખોથી મુંબઈમાં નિહાળવા માટે ઠેરઠેર ભારતીય જનતા પાર્ટીએ એલઈડીના ભાજપ સ્ક્રીન લગાવ્યા છે.

સાયન આ મધ્ય રેલવે ઉપર આવેલા પૂર્વ ઉપનગરના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં આવતીકાલે સાંજે ૬ વાગ્યાથી મોટા ભવ્ય એલઈડી સ્ક્રીન ઉપર રાષ્ટ્રપતિ ભવનથી સીધુ પ્રસારણ બતાવવામાં આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રસાદ બાડએ  આ ભવ્ય એલઈડી સ્ક્રીન ઉપરનું સીધુ પ્રસારણ જોઈને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે તમામ હોદ્દેદારો, નગરસેવકો પાર્ટીના વિવિધ મોર્ચાઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આવાહન કર્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EIEo6F
via Latest Gujarati News

Post a Comment

0 Comments