
નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર
કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુના કાળા અંગ્રેજવાળા નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. આ સાથે જ ભાજપે આરોપ લગાવ્યો છે કે, સિદ્ધુએ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહી પરંતુ સમગ્ર હિંદુસ્તાનને કાળો અંગ્રેજ કહ્યું છે.
ભાજપ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને સંબિત પાત્રાએ કહ્યું, મોદી કાળા છે તો શું થયું હિંદુસ્તાનના રખેવાળ છે. 1984 શીખ રમખાણો પર સિદ્ધુ કંઇ નથી બોલતા. મોદીજી અંગ્રેજ છે અને સોનિયા ગાંધી હિંદુસ્તાની છે આ કેવો ન્યાય છે? મોદીજી કાળા છે તો શું થયું દિલવાળા છે, મોદીજી કાળા છે તો શું થયું ગરીબોના રખેવાળ છે, હિંદુસ્તાનના રખેવાળ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગોરે રંગ પર ના ઇતના ગુમાન કર, આ ઇટાલિયન રંગ 23 મેએ ઉતરી જશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vc2Xhy
via Latest Gujarati News
0 Comments